gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્વ વકરવાના એંધાણ : અમેરિકાની હવે ઈરાન પર પ્રહારની તૈયારી : સેન્સેક્સ 83 પોઈન્ટ ઘટીને 81362 | Fear…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2025
in Business
0 0
0
યુદ્વ વકરવાના એંધાણ : અમેરિકાની હવે ઈરાન પર પ્રહારની તૈયારી : સેન્સેક્સ 83 પોઈન્ટ ઘટીને 81362 | Fear…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈઝરાયેલ-ઈરાન યુદ્વમાં ઈરાન ઝુંકવા કે ન્યુક્લિયર ડિલ કરવા તૈયાર નહીં થતું હોઈ હવે ઈરાના પરમાણું પ્રોગ્રામને નેસ્તનાબૂદ કરવા ઈઝરાયેલને સાથ આપીને આગામી દિવસોમાં અમેરિકા પણ યુદ્વમાં ઝુંકાવે એવા સંકેતને  પરિણામે વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધતાં યુદ્વ વકરવાના પૂરા એંધાણે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ફંડો, ખેલંદાઓએ શેરોમાં સતત ઓફલોડિંગ કર્યું હતું. શેરોમાં ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી બેઝડ મર્યાદિત ઘટાડા સામે અનેક શેરો એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલી થઈ હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરો તેમ જ  રિયાલ્ટી, બેંકિંગ શેરોમાં મોટી વેચવાલી થઈ હતી. જ્યારે ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી થઈ હતી. તાજેતરના અમેરિકાના ટેરિફ યુદ્વના પરિણામે અમેરિકાની જ ચાઈના સાથેની સપ્લાય ચેઈન ખોરવાઈ રહ્યાની ચિંતા અમેરિકાએ વ્યક્ત કરીને પરિસ્થિતિ નબળી હોવાના આપેલા સંકેતે પણ આજે વૈશ્વિક બજારોમાં નરમાઈ રહી હતી. સેન્સેક્સ ૮૨.૭૯ પોઈન્ટ ઘટીને ૮૧૩૬૧.૮૭ અને નિફટી ૫૦ સ્પોટ ૧૮.૮૦ પોઈન્ટ ઘટીને ૨૪૭૯૩.૨૫ બંધ રહ્યા હતા.

આઈટી શેરોમાં ફરી ફંડોનું હેમરિંગ : ૬૩ મૂન્સ, સિએન્ટ, આઈકેએસ, ઓરેકલ, ઈન્ટેલેક્ટ ગબડયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફરી ફંડોએ હેમરિંગ શરૂ કરતાં વ્યાપક ધોવાણ થતું જોવાયું હતું. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૫૯.૩૦ તૂટીને રૂ.૮૭૧.૦૫, સિએન્ટ રૂ.૬૯.૫૫ તૂટીને રૂ.૧૨૮૭.૬૦, આઈકેએસ રૂ.૮૬.૪૫ ઘટીને રૂ.૧૬૧૮.૪૫, ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૫૯.૫૦ ઘટીને રૂ.૧૧૪૧.૦૫, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૨૯.૭૫ ઘટીને રૂ.૬૧૮.૪૫, એક્સપ્લિઓ રૂ.૪૭.૧૫ ઘટીને રૂ.૧૨૪૩, રામકો સિસ્ટમ રૂ.૧૪.૩૫ ઘટીને રૂ.૩૭૯, ટાટા એલેક્સી રૂ.૨૩૦.૨૦ ઘટીને રૂ.૬૨૧૫.૮૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૩૩.૩૦ તૂટીને રૂ.૯૩૨૩.૪૦, નેલ્કો રૂ.૩૬.૯૫ ઘટીને રૂ.૧૦૬૨, ઝેગલ રૂ.૧૩.૭૫ ઘટીને રૂ.૪૦૯, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૧.૩૦ ઘટીને રૂ.૬૪૩.૩૫, બ્લેક બોક્સ રૂ.૧૪.૮૦ ઘટીને રૂ.૪૭૬ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૩૭.૬૮ પોઈન્ટ ગબડીને ૩૭૯૨૩.૩૨ બંધ રહ્યો હતો.

ચાઈનાના નેગેટીવ સમાચારે મેટલ શેરો ગબડયા : વેદાન્તા, હિન્દુસ્તાન ઝિંક, જિન્દાલ સ્ટેનલેસ ગબડયા

ચાઈનાની સપ્લાય ચેઈન  ખોરવાયાના અહેવાલ વચ્ચે મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની વેેચવાલી રહી હતી. વેદાન્તા રૂ.૧૬.૯૦ તૂટીને રૂ.૪૩૯.૫૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૪૩૭.૪૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૫.૮૦ ઘટીને રૂ.૬૫૫, નાલ્કો રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૮૧.૯૦, એનએમડીસી રૂ.૧.૪૮ ઘટીને રૂ.૬૭.૦૩, એપીએલ અપોલો રૂ.૨૮.૧૦ ઘટીને રૂ.૧૭૭૦.૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ  ઈન્ડેક્સ ૩૫૮.૬૩ પોઈન્ટ ઘટીને ૩૦૦૭૨.૧૧ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી : ગ્રાઈન્ડવેલ રૂ.૮૩ તૂટયો  એનબીસીસી, રેલ વિકાસ, ટીટાગ્રહ ઘટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. ગ્રાઈન્ડવેલ રૂ.૮૨.૬૦ ઘટીને રૂ.૧૬૨૦, એનબીસીસી રૂ.૪.૯૦ ઘટીને રૂ.૧૧૪.૦૫, રેલ વિકાસ નિગમ રૂૃ.૧૫.૭૦ ઘટીને રૂ.૩૮૨.૨૦, ટીટાગ્રહ રૂ.૩૨.૨૦ ઘટીને રૂ.૮૩૮.૪૦, એબીબી ઈન્ડિયા રૂ.૧૮૨.૩૦ ઘટીને રૂ.૫૮૬૫.૪૫, શેફલર રૂ.૧૧૮ ઘટીને રૂ.૩૮૫૭.૧૦, સિમેન્સ રૂ.૬૯.૫૫ ઘટીને રૂ.૩૨૮૩.૮૦, જીએમઆર એરપોર્ટ રૂ.૨.૨૦ ઘટીને રૂ.૮૦.૫૦ રહ્યા હતા.  બીએસઈ કેપિટિલ ગુડઝ ઈન્ડેક્સ ૪૦૦.૦૨ પોઈન્ટ ઘટીને ૬૯૪૪૬.૭૦ બંધ રહ્યો હતો. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ધોવાણ : સુપ્રિમ ઈન્ડ. રૂ.૧૭૮, વ્હર્લપુલ રૂ.૩૭, ડિક્સન રૂ.૩૭૦  તૂટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે સતત વેચવાલી રહી હતી. સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭૮.૧૦ તૂટીને રૂ.૪૪૩૫.૭૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૭.૩૫ ઘટીને રૂ.૧૩૨૯, આદિત્ય બિરલા ફેશન રૂ.૧.૯૫ ઘટીને રૂ.૭૨.૫૦, બ્લુ સ્ટાર રૂ.૪૨.૨૫ ઘટીને રૂ.૧૫૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૬૯.૯૦ ઘટીને રૂ.૧૩,૯૯૬.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૦૯.૫૫ પોઈન્ટ ગબડીને ૫૭૧૬૪.૧૫ બંધ રહ્યો હતો.

ક્રુડ ઓઈલ બ્રેન્ટ, નાયમેક્ષના ભાવ ફરી સવા ડોલર વધ્યા  ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની વેેચવાલી

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ વકરવાના અને અમેરિકાના હુમલાની તૈયારીએ ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ જવાના જોખમે ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રુડ ૯૭ સેન્ટ વધીને ૭૭.૬૭ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧.૨૬ ડોલર વધીને ૭૬.૪૦ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૨૮.૧૫ ઘટીને રૂ.૬૨૨.૩૦, ગેેઈલ ઈન્ડિયા રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૮૦.૨૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૬.૮૫ ઘટીને રૂ.૨૯૦.૩૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૧૫ ઘટીને રૂ.૧૩૮.૬૦, એચપીસીએલ રૂ.૪.૨૫ ઘટીને રૂ.૩૮૯.૮૦ રહ્યા હતા.

હેલ્થકેર ઈન્ડેક્સ ૩૯૬ તૂટયો : એસએમએસ ફાર્મા રૂ.૨૪, સસ્તા સુંદર રૂ.૧૯, આરતી ફાર્મા રૂ.૩૯ તૂટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે મોટું સેલિંગ કર્યું હતું. એસએમએસ ફાર્મા રૂ.૨૩.૭૦ તૂટીને રૂ.૨૨૫.૦૫, સસ્તા સુંદર રૂ.૧૯ તૂટીને રૂ.૨૯૪.૫૦, ડીકાલ રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૨૪૦, આરતી ફાર્મા રૂ.૩૮.૬૫ ઘટીને રૂ.૮૪૧.૦૫, સન ફાર્મા એડવાન્સ રૂ.૬.૬૦ ઘટીને રૂ.૧૫૦.૫૫, થેમીસ મેડી રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૨૮.૮૦, સુવેન રૂ.૮.૩૫ ઘટીને રૂ.૨૨૬.૬૫, સિક્વેન્ટ રૂ.૬.૮૫ ઘટીને રૂ.૧૮૭ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૯૬.૦૨ પોઈન્ટ ગબડીને ૪૨૭૫૦.૩૩ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફંડોનુું વેલ્યુબાઈંગ : આઈશર મોટર્સ રૂ.૧૦૩, મહિન્દ્રા રૂ.૫૧, હીરો રૂ.૨૮ ઉછળ્યા

ચોમાસાની સારી પ્રગતિ વચ્ચે ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું પસંદગીનું ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. આઈશર મોટર્સ રૂ..૧૦૩.૧૦ વધીને રૂ.૫૪૯૫.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૧.૪૫ વધીને રૂ.૩૦૯૧.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૨૭.૬૫ વધીને રૂ.૪૩૮૫.૧૦, અપોલો ટાયર રૂ.૨ વધીને રૂ.૪૪૭.૭૫, ટીવીએસ મોટર રૂ.૧૨.૫૫ વધીને રૂ.૨૭૮૮.૨૦, મારૂતી સુઝુકી રૂ.૫૭.૮૫ વધીને રૂ.૧૨,૭૯૯.૫૫ પરહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૨૦.૦૨ પોઈન્ટ વધીને ૫૨૪૯૪ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલીનું વધતું દબાણ  કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ફંડોનું વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. કેનેરા બેંક રૂ.૩.૩૫ ઘટીને રૂ.૧૦૪.૮૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૭૫ ઘટીને રૂ.૨૩૧.૬૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૮૩૭.૫૦, ફેડરલ બેંક રૂ.૩.૧૦ ઘટીને રૂ.૨૦૩.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૦૫ ઘટીને રૂ.૭૮૪.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૯૩.૯૪ પોઈન્ટ ઘટીને ૬૨૬૯૦.૦૪ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ફરી ફંડો વેચવાલ બન્યા : ગોદરેજ પ્રોપર્ટી રૂ.૭૯, બ્રિગેડ રૂ.૩૭, ફિનિક્સ રૂ.૪૧ ઘટયા

રિયલ એસ્ટેટે ક્ષેત્રે મહાનગરો સાથે ટીયર-૧ અને ટીયર-૨ શહેરોમાં પ્રોપર્ટીની માંગ મંદ પડી રહ્યાના અને ભાવો ઘટાડા તરફી હોવાના અહેવાલો વચ્ચે આજે રિયાલ્ટી શેરોમાં વેચવાલી નીકળી હતી. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૭૯.૦૫ ઘટીને રૂ.૨૩૮૧.૩૦, અનંતરાજ રૂ.૧૨.૨૫ ઘટીને રૂ.૫૧૫, લોઢા ડેવલપર્સ રૂ.૧૯.૯૫ ઘટીને રૂ.૧૪૨૩ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૨૭.૫૪ પોઈન્ટ ઘટીને ૭૭૦૧.૦૬ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી અસાધારણ ગાબડાં   મંદીના ફરી એંધાણ : ૩૦૧૮ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં અને બી ગુ્રપના અનેક શેરોમાં આજે ફરી ફંડો, ઓપરેટરોએ મોટાપાયે ઓફલોડિંગ કરતાં મંદીના એંધાણ મળવા લાગ્યા હતા. મળ્યા ભાવે ઘણા શેરોમાં વેચવાલી નીકળતી જોવાઈ હતી. જેથી માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૪૮થી વધીને ૩૦૧૮  અને વધનારની સંખ્યા ૧૫૩૨થી ઘટીને ૯૫૯ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૯૩૫ કરોડની ચોખ્ખી ખરીદી  DIIની રૂ.૬૦૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ અને એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૯૩૪.૬૨  કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈઝે રૂ.૬૦૫.૯૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૪૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૨.૮૧ લાખ કરોડ

શેરોમાં આજે વ્યાપક વેચવાલીએ રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૪૭  લાખ કરોડ ઘટીને રૂ.૪૪૨.૮૧ લાખ કરોડ રહી ગયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84266 ઉપર બંધ 85111 જોવાશે | Sensex to close at 85111 in new week above 8426…

July 6, 2025
Next Post
શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000 | sense…

શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000 | sense...

રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

NEETની તૈયારીમાં કોઈ ફિક્સ પ્લાન નહીં, માત્ર અપનાવ્યો આ ફોર્મ્યુલા અને બની ગયો સ્ટેટ ટૉપર

NEETની તૈયારીમાં કોઈ ફિક્સ પ્લાન નહીં, માત્ર અપનાવ્યો આ ફોર્મ્યુલા અને બની ગયો સ્ટેટ ટૉપર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન પર ભારતના પલટવારને મુકેશ અંબાણીની સલામ, કહ્યું- ‘સેના પર ગર્વ છે’ | india pakistan conflic…

પાકિસ્તાન પર ભારતના પલટવારને મુકેશ અંબાણીની સલામ, કહ્યું- ‘સેના પર ગર્વ છે’ | india pakistan conflic…

2 months ago
વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va…

વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va…

3 months ago
કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

કુખ્યાત બુટલેગર અનિલ જાટ અને તેની ગેંગ વિરૂદ્ધ GUJCOT નો ગુનો નોંધાયો | SMC file GUJCOT case against…

3 months ago
મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, 25000 શિક્ષકોની ભરતી રદ કરવાનો નિર્ણય યથાવત્ | West Bengal Teache…

મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, 25000 શિક્ષકોની ભરતી રદ કરવાનો નિર્ણય યથાવત્ | West Bengal Teache…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News