NEET Success Story: જો તમે કોઈપણ ફિલ્ડમાં સફળ થવા ઈચ્છો તો, તમારે સખત મહેનત કરવી પડશે અને સાચી દિશામાં આગળ વધવું પડશે. તો જ તમને સફળતા મળી શકે છે. ત્યારે આજ પ્રકારે કર્ણાટકના નિખિલ સોન્નાડે NEET પરીક્ષામાં સફળતા મેળવી. તેણે આ પરીક્ષામાં 17મો ક્રમ મેળવ્યો છે. તેની સફળતાનું મુખ્ય કારણ સખત મહેનત, અભ્યાસમાં સતત પ્રયત્નો અને તેના શિક્ષકો અને માતાપિતાનો સહયોગ હતો.