PF Auto Settlement : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ PF કર્મચારીઓને મોટી રાહત આપી છે. EPFO એ ઓટો સેટલમેન્ટ (PF Auto Settlement)ની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. EPFO સભ્યો હવે કોઈપણ ઈમરજન્સીમાં એડવાન્સ ક્લેમ (Advance Claim)દ્વારા 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશો. એટલે કે હવે આટલી મોટી રકમ ઉપાડવા માટે મેન્યુઅલી તપાસ કરવાની જરૂર રહેશે નહીં.