Iran-Israel War And Operation Sindhu : ઈરાનની રાજધાની તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે મંગળવારે (24 જૂન) કહ્યું કે, ‘ઈઝરાયલ અને ઈરાનમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, તેથી દૂતાવાસ દ્વારા શરૂ કરાયેલ ‘ઓપરેશન સિંધુ’ ધીમે ધીમે બંધ કરવામાં આવશે.’ આ સાથે દૂતાવાસે હેલ્પ ડેસ્ક પણ બંધ કર્યું છે. દૂતાવાસે કહ્યું છે કે, ‘ભારત સરકાર સ્થિતિ પર નજર રાખીને બેઠી છે અને જો ભવિષ્યમાં ભારતીય નાગરિકોની સુરક્ષા પર કોઈ સંકટ ઊભું થશે તો સરકાર રણનીતિ પર ફરી સમીક્ષા કરશે.’
‘ભારતીય નાગરિકો દૂતાવાસનો સંપર્ક કરી શકે છે’
દૂતાવાસે કહ્યું છે કે, ‘ભારતીય નાગરિકો સુરક્ષિત રહી શકે, તેની ખાતરી કરવા માટે હોટલોમાં રૂમો બુક કરાઈ હતી, તેને વધુ બે દિવસ લંબાવાયું છે, એટલે કે 26 જૂને ચેકઆઉટનો સમય રહેશે.