મુંબઈ : વૈશ્વિક આર્થિક, વેપાર તથા ભૌગોલિકરાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક જળવાઈ રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પરિવર્તનની સ્થિતિમાં છે. અનિશ્ચિત વેપાર નીતિ અને ભૌગોલિકરાજકીય તાણમાં વધારાનો વૈશ્વિક અર્થતંત્ર સામનો કરી રહ્યું છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં જણાવાયું છે.
હાલની વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે મે, ૨૦૨૫ માટેના વિવિધ હાઈ-ફ્રીકવન્સી ઈન્ડીકેટર્સ ભારતમાં ઔદ્યોગિક તથા સેવા ક્ષેત્રમાં સ્થિતિસ્થાપક સ્થિતિના સંકેત આપે છે.
ઘરઆંગણે ફુગાવો પણ ઘટી રહ્યો છે અને રિટેલ ફુગાવો મેમાં સતત ચોથા મહિને ટાર્ગેટ સ્તરથી નીચે રહ્યો છે.
૨૦૨૪-૨૫ની કૃષિ મોસમમાં ઘરઆંગણે પાકનું વિક્રમી ઉત્પાદન ખાધ્યપદાર્થના ફુગાવાને સતત ઘટાડી રહ્યું છે.
વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારતે સૌથી વધુ વિકાસ દર હાંસલ કર્યો છે. આ ઉપરાંત ટેરિફમાં કામચલાઉ સ્થગિતતા તથા વેપાર કરાર દેશની નાણાં બજારોમાં માનસને મજબૂત રાખી રહ્યા છે એમ પણ બુલેટિનમાં નોંધવામાં આવ્યું છે.