મુંબઈ : ઈરાન-ઈઝરાયેલ યુદ્વ અટકતાં વિશ્વભરમાં હાશકારો થવા સાથે વૈશ્વિક અર્થતંત્ર આગામી દિવસોમાં પુન:વિકાસની પટરી પર આવવાની અપેક્ષાએ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઓઈલની ચાઈના ફરી ખરીદી કરી શકે છે, એવા કરેલા નિવેદને ક્રુડ ઓઈલના ભાવ વધુ ઘટતાં અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ફરી મોટી તકો ઊભી થવાની અપેક્ષાએ આજે એશીયાના બજારોમાં સાર્વત્રિક તેજી થઈ હતી. જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં ભારતીય શેર બજારોમાં પણ વિદેશી ફંડોની શેરોમાં મોટી ખરીદી નીકળવાની અપેક્ષાએ મહારથીઓ ફરી સક્રિય બની જતાં અને લોકલ ફંડોની ખરીદીના સથવારે ઓલ રાઉન્ડ તેજીનું તોફાન જોવાયું હતું. ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ, હેલ્થકેર-ફાર્મા, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદી કરતાં અને એફએમસીજી, મેટલ શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી. સેન્સેક્સ ૭૦૦.૪૦ પોઈન્ટ ઉછળીને ૮૨૭૫૫.૫૧ અને નિફટી ૫૦ સ્પોટ ૨૦૦.૪૦ પોઈન્ટ વધીને ૨૫૨૪૪.૭૫ બંધ રહ્યા હતા.
નાસ્દાકની રેકોર્ડ તેજી પાછળ આઈટી શેરોમાં તેજી : ૬૩ મૂન્સ રૂ.૧૦૦૦ ક્રોસ : સોનાટા, રામકો ઉછળ્યા
અમેરિકાના નાસ્દાક એક્સચેન્જમાં રેકોર્ડ તેજી પાછળ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની મોટી ખરીદી થઈ હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૩૦.૩૬ પોઈન્ટ ઉછળીને ૩૮૨૦૪.૩૫ બંધ રહ્યો હતો. સોનાટા સોફ્ટવેર રૂ.૨૦.૧૫ ઉછળીને રૂ.૪૧૩.૯૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૨૫.૨૦ વધીને રૂ.૩૩૧.૩૦, બિરલા સોફ્ટ રૂ.૨૦.૭૦ વધીને રૂ.૪૪૩.૫૫, રામકો સિસ્ટમ્સ રૂ.૧૯.૩૦ વધીને રૂ.૪૨૦.૭૦, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૩૬.૫૦ વધીને રૂ.૧૦૦૦.૩૫, નેટવેબ રૂ.૬૫.૨૦ વધીને રૂ.૧૮૩૬.૬૫, ઈમુદ્રા રૂ.૨૬.૮૦ વધીને રૂ.૭૬૭.૭૫. ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૩૮.૨૦ વધીને રૂ.૧૧૧૩.૨૦, બીએલએસઈ રૂ.૬.૮૫ વધીને રૂ.૨૦૩, એમ્ફેસીસ રૂ.૬૮.૮૦ વધીને રૂ.૨૭૫૦.૨૦, એક્સપ્લિઓ રૂ.૩૩.૩૫ વધીને રૂ.૧૩૦૧.૨૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફરી તેજી : ટીવીએસ રૂ.૭૮, હ્યુન્ડાઈ રૂ.૫૩, મહિન્દ્રા રૂ.૬૭, મારૂતી રૂ.૧૬૦ ઉછળ્યા
મિડલ ઈસ્ટમાં તણાવનો અંત આવતાં ક્રુડ ઓઈલના ભાવમાં ઝડપી પીછેહઠની સાથે પેટ્રોલ, ડિઝલના ભાવોમાં વધારો થવાનું જોખમ ઘટતાં ઓટોમોબાઈલ શેરો પણ ફરી તેજીના પથ પર દોડતા થયા હતા. ટીવીએસ મોટર રૂ.૭૭.૬૫ વધીને રૂ.૨૯૧૭.૦૫, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૫૩.૧૦ વધીને રૂ.૨૧૨૫.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૬.૯૫ વધીને રૂ.૩૨૧૫.૪૦, એમઆરએફ રૂ.૨૫૬૨.૫૫ વધીને રૂ.૧,૩૯,૧૯૫.૧૫, ઉનો મિન્ડા રૂ.૧૮.૧૫ વધીને રૂ.૧૦૭૦, મારૂતી સુઝુકી રૂ.૧૫૯.૯૫ વધીને રૂ.૧૨,૭૭૦.૪૫, બોશ રૂ.૩૦૦.૩૦ વધીને રૂ.૩૧,૮૧૬, એક્સાઈડ રૂ.૧.૫૦ વધીને રૂ.૩૮૬.૧૦ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં તેજી : સોલારા રૂ.૮૬, સેનોરેસ રૂ.૪૨, અકુમ્સ રૂ.૩૭, સિક્વેન્ટ રૂ.૧૧, મેક્સ રૂ.૪૧ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે નવેસરથી આક્રમક ખરીદી શરૂ થઈ હતી. સોલારા રૂ.૮૬.૩૫ વધીને રૂ.૬૩૫.૯૦, સેનોરેસ રૂ.૪૧.૫૫ વધીને રૂ.૫૭૧.૯૫, અકુમ્સ રૂ.૩૭.૨૦ વધીને રૂ.૫૭૩.૮૦, સુરક્ષા રૂ.૨૧.૭૦ વધીને રૂ.૩૪૯.૬૫, સિક્વેન્ટ રૂ.૧૧.૩૦ વધીને રૂ.૧૯૪.૫૦, જયુબિલન્ટ ફાર્મા રૂ.૬૩.૪૫ વધીને રૂ.૧૧૮૩.૭૫, કિમ્સ રૂ.૨૪.૪૫ વધીને રૂ.૬૫૧.૬૦, નારાયણ હ્યુદાલ્યા રૂ.૭૪.૨૫ વધીને રૂ.૨૦૬૩.૧૦, થાયરોકેર રૂ.૩૪.૯૫ વધીને રૂ.૯૯૦.૬૦, મેક્સ હેલ્થ રૂ.૪૦.૭૦ વધીને રૂ.૧૨૩૮.૨૦, પોલીમેડ રૂ.૭૧.૬૫ વધીને રૂ.૨૧૮૯, કોપરાન રૂ.૫.૬૫ વધીને રૂ.૧૮૪.૪૫, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૧૫.૩૦ વધીને રૂ.૪૧૩.૮૦, આરતી ડ્રગ્ઝ રૂ.૧૩.૨૦ વધીને રૂ.૪૫૧.૯૫, એપીએલ લિમિટેડ રૂ.૨૪.૫૫ વધીને રૂ.૯૭૧.૬૦, વિન્ડલાસ રૂ.૨૧.૫૦ વધીને રૂ.૯૧૨.૯૦, એસ્ટરડીએમ રૂ.૧૬.૬૫ વધીને રૂ.૫૯૧.૫૦ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફરી આક્રમક ખરીદી : કલ્યાણ જવેલર્સ, ટાઈટન, બર્જર પેઈન્ટ ઉછળ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફરી ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૧૯.૩૦ વધીને રૂ.૫૪૦.૨૦, ટાઈટન રૂ.૧૨૭.૧૦ વધીને રૂ.૩૬૫૨.૪૫, બર્જર પેઈન્ટ રૂ.૧૫.૯૫ વધીને રૂ.૫૬૯.૫૦, અંબર રૂ.૧૨૮.૨૦ વધીને રૂ.૬૮૫૫.૫૦, ક્રોમ્પ્ટન રૂ.૬.૬૦ વધીને રૂ.૩૫૪.૭૫, બાટા ઈન્ડિયા રૂ.૧૬.૧૦ વધીને રૂ.૧૨૧૮ રહ્યા હતા.
સિમેન્સ એનજીૅ રૂ.૧૦૦ ઉછળી રૂ.૨૮૦૦ : ગ્રાઈન્ડવેલ, કાર્બોરેન્ડમ, અપાર, લક્ષ્મી મશીનમાં તેજી
કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૦૦.૫૦ વધીને રૂ.૨૮૦૦.૧૫, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૫૩.૮૫ વધીને રૂ.૧૭૦૨, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૭.૨૦ વધીને રૂ.૯૭૬.૭૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧૦.૮૫ વધીને રૂ.૮૦૮૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૩૧૮.૯૫ વધીને રૂ.૧૬,૨૨૩, જયોતી સીએનસી રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૧૩૨.૭૦, પાવર ઈન્ડિયા રૂ.૩૨૪.૧૦ વધીને રૂ.૧૯,૬૩૩.૨૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫.૧૫ વધીને રૂ.૫૦૦.૬૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૫.૧૦ વધીને રૂ.૫૩૩.૫૦ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ, એ ગુ્રપના અનેક શેરોમાં આગઝરતી તેજી : ૨૮૨૧ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોની સાથે આજે એ ગુ્રપના ઘણા શેરોમાં ફંડો, મહારથીઓ, ખેલંદાઓ મોટાપાયે સક્રિય લેવાલ બનતાં આગઝરતી તેજી જોવાઈ હતી. માર્કેટબ્રેડથ અત્યંત પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૬૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૮૨૧ અને ઘટનારની સંખ્યા ૧૨૦૭ રહી હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૯૩ લાખ કરોડ વધીને રૂ.૪૫૪.૦૨ લાખ કરોડ રહ્યું
સેન્સેક્સ, નિફટી તોફાની તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં વ્યાપક ખરીદી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩.૯૩ લાખ કરોડ વધીને રૂ.૪૫૪.૦૨ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૨૪૨૮કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૩૭૩ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે બુધવારે શેરોમાં કેશમાં રૂ.૨૪૨૭.૭૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૩,૨૬૦.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૬૮૮.૧૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૩૭૨.૯૬કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૮૧૦.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૩૭.૧૧ કરોડની વેચવાલી કરી હતી.
એશીયા બજારોમાં તેજી : યુરોપમાં સાવચેતી : હેંગસેંગ ૨૯૭ પોઈન્ટ ઉછળ્યા : ડેક્ષ ૧૧૫ પોઈન્ટ ઉછળ્યો
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વનો વિરામ થતાં વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ આજે એશીયાના બજારોમાં તેજી જોવાઈ હતી. અલબત યુરોપના બજારોમાં સાવચેતીમાં નરમાઈ રહી હતી. એશીયા-પેસેફિક દેશોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૫૧ પોઈન્ટ વધીને ૩૮૯૪૨, હોંગકોંગનો હેંગસેંગ ૨૯૮ પોઈન્ટ અને ચાઈનાના શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૫૬ પોઈન્ટ વધ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં લંડનનો ફુત્સી ૧૦૦ પોઈન્ટ ૯ પોઈન્ટ ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૧૧૫ પોઈન્ટ નો ઘટાડો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૩૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.