Indian Railway Viral Video: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં એ સમયે અફરા-તફરી મચી ગઈ જ્યારે ઉત્તર પ્રદેશની 34 વર્ષીય એક મહિલાએ પોતાની કાર રેલવે ટ્રેક પર દોડાવી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારી ઘટના શંકરપલ્લી સ્ટેશન પાસે બની હતી. વાયરલ વીડિયોમાં મહિલાની SUV રેલવે ટ્રેક પર ઝડપથી દોડતી જોઈ શકાય છે. રેલવે કર્મચારી, સ્થાનિક લોકો અને પોલીસ મહિલાને કારમાંથી કાઢવાનો પ્રયાસ કરતા વીડિયોમાં જોઈ શકાય છે. જ્યારે એકઠી થયેલી ભીડે મહિલાને કારમાંથી બહાર કાઢીને હાથ બાંધ્યા તો તે ચીસ પાડીને હાથ ખોલવા માટે કહી રહી છે.