Shubhanshu Shukla : ભારતના અંતરિક્ષયાત્રી શુભાંશુ શુકલાએ આજે 2025ની 25, જૂને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર(ફ્લોરિડા) પરથી વહેલી સવારે 2:31 વાગે (ભારતીય સમય : બપોરે : 12:01) ગ્રેસ કેપ્સુલ (સ્પેસ એક્સના ડ્રેગન કેપ્સુલનું નવું નામ)માં બેસીને અફાટ અંતરિક્ષમાં વિરાટ છલાંગ લગાવી દીધી છે. નાસા – એકિઝઓમ -4 મિશનના ટાઈમ ટેબલ મુજબ આઈ.એસ.એસ.માં શુભાંશુ શુકલા તેમના ત્રણ સાથી અંતરિક્ષયાત્રીઓ સાથે 14 દિવસ રહેવાના છે. શુભાંશુ ડાયાબિટીસની સારવાર વિશે પણ તબીબી સંશોધન સહિત ભારતીય યોગનું નિદર્શન પણ કરશે.