– સેન્સસ કમિશનરે રાજ્યના સચિવોને પત્ર લખ્યો
– પ્રથમ તબક્કામાં ઘરમાં વાહનો, ઇલેક્ટ્રોનિક અને સુખ સુવિધાઓની વસ્તુઓની માહિતી લેવામાં આવશે
નવી દિલ્હી: વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે વસ્તી ગણતરી બે તબક્કામાં થવાની છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે આગામી વર્ષે ૧ એપ્રિલથી તેનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે.