– પતિ-પત્નીના છૂટાછેડાના કેસોમાં બે હાઇકોર્ટોનું અવલોકન
– પત્ની પર લગ્નેત્તર સંબંધના આરોપો ખોટા સાબિત થતા પતિની છૂટાછેડાની માગ છત્તીસગઢ હાઇકોર્ટે ફગાવી
ભુવનેશ્વર/રાયપુર: પતિ-પત્ની એકબીજાની ખામીઓ કે ચરિત્રને લઇને આરોપો લગાવતા હોય તેવા કિસ્સા કોર્ટ સુધી પહોંચી ચુક્યા છે. આવા જ બે કેસોને લઇને બે હાઇકોર્ટો દ્વારા અલગ અલગ અવલોકન કરાયા હતા. ઓડિશા હાઇકોર્ટે કહ્યું હતું કે પતિની શારીરિક દિવ્યાંગતા પર પત્ની દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવી ક્રૂરતા ગણાય, જ્યારે છત્તીસગઢ હાઇકોર્ટે એક કેસમાં કહ્યું હતું કે પત્નીના ચરિત્ર પર પતિ દ્વારા જુઠા આરોપો લગાવવા ક્રૂરતા ગણાય.