Bombay High Court: બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠે પોક્સોના કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો છે. પીઠનું કહેવું છે કે, ‘I Love You’એ માત્ર લાગણીની અભિવ્યક્તિ છે. આ જાતીય સતામણી ન કહેવાય. જ્યા સુધી કોઈ શબ્દો સાથે એવુ વર્તન ન હોય, જે સ્પષ્ટપણે જાતીય શોષણનો ઈરાદો દર્શાવતા હોય. આવું કહીને જસ્ટિસ ઉર્મિલા જોશી- ફાલ્કેની પીઠે 2015 માં એક કિશોરી સાથે છેડતી કરવાના આરોપી 35 વર્ષીય પુરુષને નિર્દોષ જાહેર કર્યો.