IMD Very Heavy Rain Alert Forecast : દેશમાં હજુ ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે મેઘરાજાએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો સામે આવ્યા છે. અહીં મકાન-રસ્તા-વાહનો વહી ગયા છે, તો અનેક લોકો ગુમ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઉપરાંત ઉતરાખંડ તેમજ બિહારમાં ભારે વરસાદના કારણે જાનમાલને નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં બિહારમાં 5 લોકોના મોત થયા છે. રવિવારે બિહારના ગયામાં લગુરાહી વોટરફોલમાં પાણીના સ્તરમાં અચાનક વધારો થવાને કારણે 6 છોકરીઓ ભારે પ્રવાહમાં તણાઈ ગયા બાદ સ્થાનિક લોકોએ બધી છોકરીઓને બચાવી લીધી હતી.