મુંબઈ : દેશના સ્ટીલ ઉદ્યોગ માટે એકર રાહતના સમાચાર કહી શકાય એવા વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં દેશની ફિનિશ્ડ સ્ટીલની આયાત વાર્ષિક ધોરણે ૨૭.૬૦ ટકા ઘટી છે. ચીન તથા જાપાન ખાતેથી નિકાસમાં ઘટાડો થતા ભારતની આયાત નીચી જોવા મળી હોવાનું પ્રારંભિક સરકારી ડેટા જણાવે છેે.
વિશ્વમાં ભારત કાચા સ્ટીલનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. વર્તમાન નાણાં વર્ષના એપ્રિલ-મેમાં ભારતની ફિનિશ્ડ સ્ટીલની એકંદર આયાત ૯ લાખ ટન રહી છે.