Botad News : બોટાદ જિલ્લાના ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા કપાસની આયાત પરની ડ્યુટી રદ કરવાના નિર્ણયના વિરોધમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડૂતોએ સરકારના આ નિર્ણયને ‘ખેડૂત વિરોધી’ ગણાવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેનાથી કપાસ પકવતા ખેડૂતો પાયમાલ થશે. કિસાન સંઘે સરકારને આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માગ કરી છે.
આ પણ વાંચો: ‘MLA-MP ગુમ થયેલ છે’, અમદાવાદના નાનાચીલોડામાં પાણી-ખરાબ રોડને લઈને સ્થાનિકોનો વિરોધ
જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે, તો આગામી દિવસોમાં રસ્તા રોકો, ચક્કાજામ, રેલી અને આવેદનપત્ર જેવા ઉગ્ર આંદોલનો કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ બેઠકમાં ખેડૂતોએ સંયુક્તપણે આંદોલન કરીને લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.