Delhi pauses fuel ban on old vehicles: નવી દિલ્હીમાં 1 જુલાઈથી લાગુ ઍન્ડ ઑફ લાઇફ વ્હિકલ (ELV) પોલિસી હેઠળ વાહનોને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ નવી દિલ્હીમાં લાગુ કરવામાં આવેલા ELV નિયમ મુદ્દે પ્રદૂષણ વિભાગના CAQM(કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ)ને ઔપચારિક પત્ર લખી તેની પ્રમુખ ખામીઓ ઉજાગર કરી તેને પાછો ખેંચવાનો નિર્ણય જણાવ્યો હતો. જેથી આ નિયમની પુનઃસમીક્ષા કરવાની માગ ઊભી થઈ છે.
સરકારે જણાવ્યું કે, વર્તમાનમાં દિલ્હીમાં આ નિયમ લાગુ કરવો અસંભવ છે. કારણકે, પ્રજાને તેનાથી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.