Hefty Fines For violating Traffic Rules: હવેથી ખરાબ અથવા બેદરકારીપૂર્વક વાહન હંકારી શકાશે નહીં. જો આમ કરતાં પકડાયા તો ભારે દંડ ચૂકવવો પડશે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતો અટકાવવા તેમજ વાહનચાલકો ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુ સાથે ટ્રાફિક દંડમાં મસમોટો વધારો કર્યો છે. જેમાં દારૂ પીને વાહન હંકારવા પર, ઓવરસ્પીડિંગ, સિગ્નલ તોડવો, હેલમેટ વિના ડ્રાઈવિંગ સહિતના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર મોટો દંડ ઉપરાંત જેલની સજા તથા લાયસન્સ સસ્પેન્ડ થવાની જોગવાઈ ઘડવામાં આવી છે. તેમજ વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર દંડની રકમમાં વધારો થઈ શકે છે, અને વધુ કડક સજા કરવામાં આવશે. આ નવા નિયમો 1 માર્ચ, 2025થી લાગુ થઈ ચૂક્યા છે.