મુંબઈ : શનિવાર નિમિત્તે સ્થાનિક મુંબઈ ઝવેરી બજાર સત્તાવાર બંધ રહ્યું હતું પરંતુ સપ્તાહ અંતે વિશ્વ બજારમાં કિંમતી ધાતુ મક્કમ બંધ આવતા અહીં બંધ બજારે સોનાચાંદીમાં ખાનગીમાં ભાવ ઊંચા મુકાતા હતા. શનિવારની ઓપેક તથા સાથી પક્ષોની વર્ચ્યુલ બેઠક પૂર્વે ક્રુડ તેલના ભાવ સ્થિર રહ્યા હતા. કરન્સી માર્કેટ શનિવાર નિમિત્તે બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલરમાં મજબૂતાઈ જોવા મળી હતી.
સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ ખાનગીમાં રૂપિયા ૯૭૧૦૦ જ્યારે ૯૯.