Maharashtra News: NCP (SP) અધ્યક્ષ શરદ પવારે શનિવારે પુણે સ્થિત વસંતદાદા સુગર ઇન્સ્ટીટ્યુટમાં પોતાના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પર શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે તીખી ટિપ્પણી કરી છે. રાઉતે કહ્યું કે, શિવસેના (યુબીટી) ના નેતા પાર્ટી છોડીને જાય છે તેવા લોકો સાથે કોઈ સંપર્ક નથી રાખતાં. તેમણે આરોપ લગાવ્યો કે, અજિત પવાર અને તેમના જૂથે મહારાષ્ટ્રને દગો આપ્યો છે. શિવસેના (યુબીટી) એનસીપી (એસપી) અને કોંગ્રેસ સાથે મહાવિકાસ અઘાડી ગઠબંધનનો ભાગ છે.