gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મ્યુ. ફંડ ઉદ્યોગની AUM વધીને રૂ.74 લાખ કરોડની ટોચે | Mutual Fund Industry AUM rises to Rs 74 lakh cr…

G METRO NEWS by G METRO NEWS
July 10, 2025
in Business
0 0
0
મ્યુ. ફંડ ઉદ્યોગની AUM વધીને રૂ.74 લાખ કરોડની ટોચે | Mutual Fund Industry AUM rises to Rs 74 lakh cr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈક્વિટી ફંડોમાં રોકાણ ૨૪ ટકા વધીને રૂ.૨૩,૫૬૮ કરોડ

મુંબઈ : ઈક્વિટીમાં માર્ક-ટુ-માર્કેટ વધારાના કારણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ નેટ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) મે મહિનાના રૂ.૭૧.૯૩ લાખ કરોડની તુલનાએ વધીને જૂન ૨૦૨૫માં ૩ ટકા વધીને રૂ.૭૪.૧૪ લાખ કરોડની નવી ઊંચાઈએ  પહોંચી છે. જે એપ્રિલમાં રૂ.૬૯.૯૯  લાખ કરોડ રહી હતી. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં ચોખ્ખું રોકાણ મે ૨૦૨૫ના મહિનાના રૂ.૧૮,૯૯૪.૫૬ કરોડની તુલનાએ ૨૪ ટકા વધીને જૂન ૨૦૨૫માં રૂ.૨૩,૫૬૮ કરોડ થયું છે. જે એપ્રિલના રૂ.૨૪,૨૫૩ કરોડની તુલનાએ હજુ ઓછું રહ્યું છે.

એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા આજે જાહેર થયેલા જૂન મહિનાના આંકડામાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી રોકાણ મે ૨૦૨૫ મહિનાના રૂ.૨૬,૬૮૮ કરોડની તુલનાએ વધીને જૂન ૨૦૨૫માં સર્વોચ્ચ રૂ.૨૭,૨૬૯ કરોડ નોંધાયું છે. ૧૧ સબ-કેટેગરીમાંથી ઈલએસએસ સિવાય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની તમામ કેટેગરીના ફંડોમાં પોઝિટીવ રોકાણ પ્રવાહ નોંધાયો છે.

ફ્લેક્સી કેપ ફંડોમાં રોકાણ મે મહિનાના રૂ.૩૮૪૧ કરોડની તુલનાએ જૂનમાં ૪૯ ટકા વધીને રૂ.૫૭૩૩ કરોડ થયું છે. સ્મોલ કેપ ફંડોમાં ૨૫ ટકા વધીને રૂ.૪૦૨૪ કરોડ અને મિડ-કેપ ફંડોમાં ૩૪ ટકા વધીને રૂ.૩૭૫૪ કરોડ થયું છે. ઈએલએસએસ એટલે કે ટેક્સ-સેવિંગ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ જાવક રૂ.૫૫૬ કરોડની રહી છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ ઉપાડ જૂનમાં રૂ.૧૭૧૧ કરોડ રહ્યો છે. જે મે મહિનામાં રૂ.૧૫,૯૦૮ કરોડનો ચોખ્ખો રોકાણ ઉપાડ રહ્યો હતો. ૧૬ સબ-કેટેગરીમાંથી ૮ કેટેગરીમાં પોઝિટીવ રોકાણ પ્રવાહ નોંધાયો છે. જ્યારે અન્ય ૮ ફંડોમાં રોકાણ જાવક રહી છે.

શોર્ટ ડયુરેશન ફંડોમાં રોકાણ પ્રવાહ સૌથી વધુ રૂ.૧૦,૨૭૬ કરોડ રહ્યો છે. જે પાછલા સમાનગાળામાં રૂ.૯૪૮૪ કરોડ રહ્યો હતો. ડાયનામિક બોન્ડ ફંડોમાં રોકાણ પ્રવાહ સૌથી ઓછો રૂ.૪૪ કરોડ રહ્યો છે. જ્યારે લિક્વિડ ફંડોમાં રોકાણ જાવક જૂનમાં રૂ.૨૫,૧૯૬ કરોડ નોંધાઈ છે. જે મે મહિનામાં રોકાણ રૂ.૪૦,૨૦૫ કરોડ પોઝિટીવ રહ્યું હતું. ઓવરનાઈટ ફંડોમાં રોકાણ જાવક રૂ.૮૧૫૪ કરોડ અને મીડિયમ ડયુરેશન ફંડોમાં રોકાણ જાવક રૂ.૬૦.૯૮ કરોડની રહી છે. હાઈબ્રિડ ફંડોમાં રોકાણ ૧૨ ટકા વધીને રૂ.૨૩,૨૨૨ કરોડ થયું છે. આર્બિટ્રાજ ફંડોમાં રોકાણ રૂ.૧૫,૫૮૪ કરોડ રહ્યું છે.

મલ્ટિ-એસેટ એલોકેશન ફંડોમાં રોકાણ રૂ.૩૨૦૯ કરોડ અને ડાયનામિક એસેટ એલોકેશન-બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડોમાં જૂનમાં રૂ.૧૮૮૫ કરોડનું રોકાણ થયું છે. અન્ય સ્કિમોમાં પેસિવ ફંડોમાં ઈન્ડેક્સ ફંડો અને ઈટીએફમાં માસિક ધોરણે ૨૮ ટકાનો ઘટાડો થયો છે. આ ફંડોમાં રોકાણ મે મહિનાના રૂ.૫૫૨૫ કરોડની તુલનાએ ઘટીને જૂનમાં રૂ.૩૯૯૭ કરોડ થયું છે. ચાર સબ-કેટેગરીમાં પોઝિટીવ રોકાણ પ્રવાહ પોઝિટીવ રહ્યો હતો. ગોલ્ડ ઈટીએફમાં સૌથી વધુ ૬૧૩ ટકા વધીને રૂ.૨૦૮૦ કરોડ અને ઈન્ડેક્સ ફંડોમાં રૂ.૧૦૪૩ કરોડનો રોકાણ પ્રવાહ રહ્યો હતો.

અન્ય ઈટીએફમાં રોકાણ રૂ.૮૪૪ કરોડનું અને ફંડ ઓફ ફંડ્સમાં રૂ.૨૮ કરોડ થયું છે. આમ એકંદર મ્યુચ્યુઅલ ફંડોમાં કુલ રોકાણ મે મહિનાના રૂ.૨૯,૫૭૨ કરોડની તુલનાએ જૂનમાં ૬૭ ટકા વધીને રૂ.૪૯,૩૦૧ કરોડ નોંધાયું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: પેટ્રોલ પંપના બિઝનેસનું A to Z, જાણો કમાણીનું ગણિત, અરજી કરવાના નિયમો અને સંપૂર્ણ પ્રક્રિ…
Business

Explainer: પેટ્રોલ પંપના બિઝનેસનું A to Z, જાણો કમાણીનું ગણિત, અરજી કરવાના નિયમો અને સંપૂર્ણ પ્રક્રિ…

July 19, 2025
NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા | NPCI change UP…
Business

NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા | NPCI change UP…

July 19, 2025
ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી જનતાને મોંઘા ભાવે શાકભાજી વેચી નફાખોરી કરતા વેપારીઓ | vegetable traders…
Business

ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી જનતાને મોંઘા ભાવે શાકભાજી વેચી નફાખોરી કરતા વેપારીઓ | vegetable traders…

July 19, 2025
Next Post
ચીઝનો ચટાકો : બે કિલોના એક પીસની હરાજીમાં કિંમત અધધધ..36 લાખ રૂપિયા | Cheese platter: A two kilo pie…

ચીઝનો ચટાકો : બે કિલોના એક પીસની હરાજીમાં કિંમત અધધધ..36 લાખ રૂપિયા | Cheese platter: A two kilo pie...

વાજબી દરે રાખો વ્યાજદર, હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ: નાણામંત્રીની NBFCને ચેતવણી | Do not …

વાજબી દરે રાખો વ્યાજદર, હપ્તા વસૂલી પણ સન્માનજનક રીતે થવી જોઈએ: નાણામંત્રીની NBFCને ચેતવણી | Do not ...

અમેરિકામાં ભારતીય મૂળના સૌથી ધનિક છે આ વ્યક્તિ, ફોર્બ્સ બહાર પાડી USના અમીર ઇમિગ્રન્ટ્સની યાદી | Ind…

અમેરિકામાં ભારતીય મૂળના સૌથી ધનિક છે આ વ્યક્તિ, ફોર્બ્સ બહાર પાડી USના અમીર ઇમિગ્રન્ટ્સની યાદી | Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | russia pres…

આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | russia pres…

3 months ago
રાજનાથસિંહે એનએસએ અને ત્રણે સેનાઓના વડાઓએ સાથે મંત્રણા યોજી | Rajnath Singh holds talks with NSA and…

રાજનાથસિંહે એનએસએ અને ત્રણે સેનાઓના વડાઓએ સાથે મંત્રણા યોજી | Rajnath Singh holds talks with NSA and…

3 months ago
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: જાણો CBSE બોર્ડની પરીક્ષાના પરિણામની સંભવિત તારીખો | big news for stud…

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: જાણો CBSE બોર્ડની પરીક્ષાના પરિણામની સંભવિત તારીખો | big news for stud…

4 months ago
ગુજરાત આવતી બિહાર STFની ગાડી રતલામમાં પલટી, 2 પોલીસ જવાનના મોત, 4 ઈજાગ્રસ્ત | bihar stf vehicle acci…

ગુજરાત આવતી બિહાર STFની ગાડી રતલામમાં પલટી, 2 પોલીસ જવાનના મોત, 4 ઈજાગ્રસ્ત | bihar stf vehicle acci…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News