– બારાં જિલ્લાના અંતરિયાળ પર્વતીય ક્ષેત્રમાં વીજળી પહોંચી
– જિલ્લા મુખ્યાલયથી 175 કિમી દૂર 40 ઘરોમાં વીજળી માટેની લાંબી રાહ અંતે પૂર્ણ
કોટા : રાજસ્થાનના બારાં જિલ્લાના એક અંતરિયાળ પર્વતીય ક્ષેત્રને સ્વતંત્રતાના ૭૮ વર્ષ પછી પ્રથમ વખત વીજળી કનેકશન મળ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સંવારા ગામથી ૩૦૦ કિમી દૂર અને જિલ્લા મુખ્યાલયથી ૧૭૫ કિમી દૂર ૪૦ ઘરોમાં રહેતા સહરિયા જનજાતિના લગભગ ૨૦૦ લોકોની વીજળી માટેની લાંબી રાહ અંતે ૩૦ જૂને પૂર્ણ થઇ હતી.