અમદાવાદ, સંજીવ રાજપૂત: 148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.
ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક અને પારંપરિક રથયાત્રા અમદાવાદ શહેરની આગવી ઓળખ છે; આ ઉત્સવની સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે અમદાવાદ શહેર પોલીસની પ્રતિબદ્ધતા અને વિશેષ જવાબદારી છે.
આ રથયાત્રામાં વિશેષ જવાબદારી નિભાવવા બદલ ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિક, ટ્રાફિક જેસીપી એન. એન. ચૌધરી, જોઈન્ટ પોલીસ કમિશ્નર, સેક્ટર 1, નીરજકુમાર બડગુજર, અમદાવાદ શહેરના તમામ ડીસીપીઓ, એસીપીઓ અને પીઆઇઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પતિભાબહેન જૈન અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.