વડોદરાઃ ભાજપના પ્રદેશ પ્રમુખના લક્ષ્મીપુરા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ખિસ્સા કાતરુઓએ તરખાટ મચાવ્યો હતો.જે અંગે ચાર જણાએ ફરિયાદ કરી છે.જ્યારે બીજા બે જણાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
શહેરમાં રથયાત્રા,શોભાયાત્રા, જાહેર સભાઓ તેમજ બીજા રાજકીય કાર્યક્રમ દરમિયાન ખિસ્સા કાતરુઓ ત્રાટકતા હોવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે.
આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ લક્ષ્મીપુરા ખાતે શ્રી હરિ ફાર્મમાં ૨૧૮ રિચાર્જ બોરવેલના ખાતમૂહુર્તના કાર્યક્રમમાં આવ્યા હતા.જેમાં પોલીસની પણ હાજરી હતી.બપોરે ભોજન સમારંભ યોજાયો તે દરમિયાન છ જણાના ખિસ્સા કપાયા હતા.
જો કે આ પૈકી મુકેશભાઇ મહેતા(નર્મદા નગરી ટેનામેન્ટ-૧,છાણી,શ્રીધર કોકહુલા (દર્શનમ હોમ્સ,ન્યુ અલકાપુરી),સ્વદિલ નિખિલકુમાર(ગુરૃકૃપા સોસાયટી,ગોરવા) અને નીતિન વાણી(સોનલ હાઇટ્સ,છાણી જકાત નાકા)એ ફરિયાદ નોંધાવી છે.