– પ્રત્યેક ચેકડેમ નજીકની 10 હેકટર જમીનને લાભાન્વિત કરે છે
– જિલ્લામાં 5 હજાર જેટલાં ચેકડેમ છલોછલ થઈ જતાં 34 હજાર કૂવાને જીવતદાન મળ્યું : પાણીના તળ ઉંચા આવશે
ભાવનગર : ભાવનગરમાં ચોમાસાના પ્રારંભે જ પ્રથમ સપ્તાહમાં સિઝનનો ૧૭.૩૮ ટકા વરસાદ વરસી જતાં નદી-નાળા છલકાયા છે. વરસાદની પ્રથમ ધમાકેદાર ઈનિંગ્સના કારણે જિલ્લામાં આવેલાં ૫,૮૯૦ ચેકડેમ પૈકી ૮૫ ટકા એટલે કે પાંચ હજાર છલોછલ થતાં ૧૮૦૦ એમસીએફટીથી વધુ પાણી સંગ્રહ થયો છે. જેના કારણે પાણીના તળ ઉંચા આવવાની સાથે ૩૪ હજાર કૂવાને જીવતદાન મળ્યું છે.
પાણીની સમસ્યા નિવારવા મોટા ડેમોની સાથોસાથ નાના ચેકડેમો પણ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. વોકળા, નહેર કે નાની નદીઓ પર ચેકડેમના બાંધકામથી પાણી સંગ્રહ વધ્યો છે.ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકામાં દર વર્ષે તબક્કાવાર ચેકડેમમાં વધારો થઈ રહ્યો છે.હાલ જિલ્લાના૧૦ તાલુકામાં હાલ ૫૮૯૦ ચેકડેમનું અસ્તિત્વ છે.પ્રત્યેક ચેકડેમ નજીકની ૧૦ ટકા હેકટર જમીનને લાભાન્વિત કરે છે.એક તબક્કે તાલુકા મથકો અને ગ્રામ્ય પંથકોમાં હાલનાં સારા વરસાદનાં પગલે પાંચ હજાર જેટલાં ચેકડેમ ભરાયા છે અને તેના કારણે જિલ્લાનાં ૩૪,૧૯૧ કૂવાનાં તળ નવા નીરથી ઉંચા આવ્યા છે. ઈરિગેશન વિભાગ દ્વારા બનાવવામાં આવેલાં આ ચેકડેમોમાં કુલ થઈને અંદાજિત ૧૮૨૫ એમસીએફટી પાણી સ્ટોરેજ થયું છે.તે નોંધનિય છે.
જિલ્લાનાં ચેકડેમો અને તેની અગત્યતા
તાલુકો |
ચેકડેમ |
લાભાન્વિત |
લાભિચ |
ભાવનગર |
૪૬૫ |
૨૨૭૧ |
૨૬૯૯ |
ગારિયાધાર |
૭૦૪ |
૧૮૪૫ |
૩૮૬૭ |
ઘોઘા |
૫૩૫ |
૪૧૫૫ |
૨૯૫૯ |
મહુવા-જેસર |
૧૦૫૭ |
૧૨૭૬૩ |
૫૩૧૧ |
પાલીતાણા |
૬૯૪ |
૩૬૮૧ |
૪૭૪૭ |
સિહોર |
૯૫૭ |
૭૨૦૫ |
૫૦૩૩ |
તળાજા |
૬૩૬ |
૨૯૪૭ |
૪૬૪૫ |
ઉમરાળા |
૪૮૫ |
૨૯૪૭ |
૩૨૦૨ |
વલ્લભીપુર |
૩૫૩ |
૨૬૦૩ |
૧૭૨૮ |
કુલ |
૫૮૯૦ |
૪૫૨૬૫ |
૩૪૧૯૧ |