અમદાવાદ, શુક્રવાર
ખાડિયામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી સાથે લગ્ન કરવા ઓનલાઇન જ્યોતિષનો સપર્ક કર્યો હતો.જેમાં જ્યોતિષે તાંત્રિક વિધી કરીને ૨૪ કલાકમાં સમસ્યાનના નિરાકરણના બહાને યુવક પાસેથી કુલ રૃા. ૬.૦૭ લાખ પડાવ્યા હતા જો કે બે વર્ષ સુધી લગ્ન ના થયું કે પૈસા પણ પાછા ના આપ્યા ન હતા. યુવકે રૃપિયા પરત માંગતા ગોળ ગોળ વાત કરતો હતો અને ફોન પણ ઉપાડતો ન હતો. આ બનાવ અંગે ખાડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઓનલાઇન જ્યોતિષે તાંત્રિક વિધીના બહાને ટુકડે-ટુકડે રૃપિયા ખંખેર્યા ઃ બે વર્ષ સુધી લગ્ન ના થયું પૈસા પણ પાછા ના આપ્યા ઃ ખડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાડિયામાં રહેતા ૪૦ વર્ષના યુવક યુવતી સાથે એક તરફી પ્રેમ કરતો હતો અથાગ પ્રયત્ન કરવા છતાં લગ્ન થતા ન હતા બીજીતરફ તા. ૨૪-૦૬-૨૦૨૩ ના રોજ યુવક ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતો હતો જ્યાં એક એસ્ટોલોજર નામની આઇડીથી જાહેરાતમાં લખેલું હતું કે તમારી અડચણોનું ૨૪ કલાકમાં નિવારણ કરવામાં આવશે જેમાં ખાસ કરીને લગ્ન બાબતે કોઇ અડચણ હશે તો ધામક વિધિથી નિવારણ કરવામાં આવશે. જેથી યુવક જે યુવતી સાથે લગ્ન કરવા માગતો હોવાથી જ્યોતિષનો સંપર્ક કર્યો હતો.
જેમાં જ્યોતિષે પોતાનું નામ વિનોદેજણાવીને તમામ સમસ્યાનું નિવારણ લાવવાનું કહ્યું હતું. જેથી યુવતે તમામ બાબતો જ્યોતિષને જણાવી હતી. ત્યારબાદ હું તાંત્રીક વિદ્યાનો મોટો જાણકાર છું. તમારી સમસ્યાનું સમાધાન ઘરબેઠા કરીને આપીશ કહેતા યુવક તેની વાતોમાં આવીને વિધી કરાવવા તૈયાર થયો હતો કહેવાતા ભુવાએ રજીસ્ટ્રેશન તેમજ વિવિધ તાત્રિક વિધ્યા કરવાના બહાને ટુકડે કુટડે કુલ રૃા. ૬.૦૭ લાખ યુવક પાસેથી પડાવ્યા છતાં બે વર્ષ સુધી કોઇ કામ ના થયું છતા ભુવાએ વધુ રૃપિયાની માંગણી કરતા યુવકને શંકા જતા રૃપિયા આપવાનું બંધ કર્યુ અને રૃપિયા પરત માંગતા ગોળ ગોળ ફેરવવા લાગ્યો હતો અને ફોન બંધ કદી દીધો હતો.