વડોદરા,ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્ત દર્દીને ઇન્ફેક્શન થયું હોવાની શક્યતાના આધારે ડોક્ટર દ્વારા સારવાર શરૃ કરાઇ છે.
૯ મી તારીખે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બચી ગયેલા દર્દીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીરા નજીકના નાની શેરડી ગામે રહેતા ૩૮ વર્ષના દિલીપભાઇ રાયસિંગભાઇ પઢિયારને ગઇકાલે શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલનુું તંત્ર દોડતું થઇ ગયું હતું. તેઓને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. ઇન્ફેક્શનના કારણે તેઓની તબિયત બગડી હોવાથી ઇન્ફેક્શન ક્યાં થયું ?તે જાણવા માટે રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. સર્જરીની જગ્યાએ પણ ઇન્ફેક્શન થયું હોવાની શક્યતા હોવાથી સારવાર માટે વાસ્ક્યુલર સર્જનની જરૃર હતી. પરંતુ, સયાજી હોસ્પિટલમાં વાસ્ક્યુલર સર્જન નહીં હોવાથી બહારથી પ્રાઇવેટ પ્રેકિટસ કરતા ડોક્ટરની મદદ લેવામાં આવી હતી.