Russian woman found with kids in Karnataka cave: જંગલમાં રહીને મોટા થયેલા કાલ્પનિક પાત્ર ટારઝન વિશે તો આપણે જાણીએ છીએ, પણ શું કોઈ વ્યક્તિ માટે ઘનઘોર જંગલમાં રહેવું શક્ય છે. તાજેતરમાં કર્ણાટક રાજ્યના ગોકર્ણ પાસેના જંગલની ગુફામાંથી મળી આવેલી એક રશિયન મહિલાની કહાની સાંભળીને તો માનવું પડે કે જંગલમાં રહેવું પણ શક્ય છે. અલબત્ત, જંગલી જાનવરો અને ઝેરી સાપથી ભરપૂર વિસ્તારમાં આ મહિલા સાથે તેની બે નાની દીકરી પણ ગુફામાં રહેતી હતી, જે વધુ ચોંકાવનારી બાબત છે.
કઈ રીતે જંગલવાસી મહિલાની ભાળ મળી?
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના જંગલ વિસ્તારમાં રામતીર્થ ટેકરીઓ આવેલી છે.