Punjab Road Accident : પંજાબના પટિયાલા જિલ્લાના સમાન વિસ્તારમાં આજે (7 મે) ભયાનક અકસ્માત થયો છે. અહીં ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં છ વિદ્યાર્થીઓ સહિત એક ડ્રાઈવરનું મોત થયું છે. મળતા અહેવાલો મુજબ કાર શાળાએથી વિદ્યાર્થીઓને લઈને પરત ફરી રહી હતી, આ દરમિયાન સમાન-પટિયાલા રોડ પર કાર સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.
કારનો કચ્ચરઘાણ, બાળકોને બહાર કાઢવામાં ભારે જહેમત થઈ
પોલીસે જણાવ્યું કે, કારમાં સવાર નવ વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે એક વિદ્યાર્થી ગંભીર ઈજાગ્રસ્ત થયો છે.