Jamnagar ABVP : જામનગર શહેરમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા લાલ બંગલા વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો દ્વારા સૂત્રોચારો સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઓડિશા રાજ્યના બાલેશ્વરમાં એબીવીપીના કાર્યકર સૌમ્ય શ્રી બિશી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી, જેણે પોતાના કોલેજના વિભાગીય વડાની હેરાનગતિથી પરેશાન થઈને આ પગલું ભર્યું હતું. આથી જામનગરમાં એબીવીપીના કાર્યકરોએ ફરિયાદ ઉઠાવી હતી કે, દેશના યુવાનો સાથે થાય તેવી અન્યાયસભર ઘટનાઓ સામે તંત્ર મૌન રહેશે તો આવા કિસ્સાઓ ફરી ફરી બનશે. તેમણે તાત્કાલિક તપાસ કરી દોષિત વિરુદ્ધ કડક પગલા લેવા જોઈએ. આ માંગણી સાથે આજે જામનગરમાં એબીવીપીના આગેવાનો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.