India-England 4th Test Match : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચ સીરિઝમાંથી ત્રણ ટેસ્ટ મેચ રમાઈ ચુકી છે. માન્ચેસ્ટરમાં 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ચોથી ટેસ્ટ મેચ રમાવાની છે, ત્યારે ભારતીય ટીમ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ઈજાગ્રસ્ત થયો છે. તે જે હાથથી બોલિંગ કરે છે, તે હાથ પર જ ઈજા થઈ છે, જેના કારણે ચોથી ટેસ્ટ મેચમાં તેનું રમવું શંકાસ્પદ થયું છે.
શોર્ટ બોલ રોકતી વખતે થઈ ઈજા
રિપોર્ટ મુજબ, ચોથી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પ્રેક્ટીસ કરી રહ્યા હતા. આ દરમિયાન અર્શદીપને હાથમાં ઈજા થઈ હતી. તે નેટ્સમાં સાઈ સુદર્શન સામે બોલિંગ પ્રેક્ટીસ કરી રહ્યો હતો. આ દરમિયાન સુદર્શને સ્પીડમાં શોર્ટ ફટકાર્યો ને અર્શદીપ બોલ રોકવા ગયો, ત્યારે તેને ઈજા થતા હાથમાંથી લોહી પણ નીકળ્યું છે. ત્યારબાદ મેડિકલ ટીમ તુરંત પહોંચી ગઈ હતી અને તેના હાથની તપાસ કરી હતી. ચિંતાની વાત એ છે કે, જે હાથથી તે બોલિંગ કરે છે, તે હાથમાં જ ઈજા થઈ છે. જોકે આ બાબતની ગંભીરતાને લઈને હજુ કોઈ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.
આ પણ વાંચો : ‘RCBના નોકર હોય તેમ કામ કર્યું’ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ
23 જુલાઈએ ચોથી ટેસ્ટ મેચ
ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચની વાત કરીએ તો પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ઈંગ્લેનડે 2-1ની લીડ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટ મેચ અને ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો, જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ભારતનો વિજય થયો હતો. હવે બંને દેશો વચ્ચે માન્ચેસ્ટરમાં 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ચોથી ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ ઓવરમાં 31 જુલાઈથી ચાર ઓગસ્ટ સુધી પાંચમી ટેસ્ટ મેચ રમાશે.
આ પણ વાંચો : ઈગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયામાં બે દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી? મેચ પહેલા કર્યો ડાન્સ, જુઓ VIDEO