ટેરિફ વોરના હાઉ વચ્ચે સાનુકૂળ સ્થિતિનું નિર્માણ
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળો દેશના રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગ માટે નિકાસની દ્રષ્ટિએ પ્રોત્સાહક રહ્યાનું જોવા મળી રહ્યું છે. દેશના રેડીમેડ ગારમેન્ટના મુખ્ય મથક ગણાતા તિરુપુર ખાતેથી જૂન ત્રિમાસિકમાં ગારમેન્ટની નિકાસમાં વાર્ષિક ધોરણે ૧૧.૭૦ ટકા વૃદ્ધિ થઈ છે. ગયા નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂપિયા ૧૦૯૧૯ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં તિરુપુર ગારમેન્ટની નિકાસ ૧૧.૭૦ ટકા વધી રૂપિયા ૧૨૧૯૩ કરોડ રહી હોવાનું કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીના ડેટા જણાવે છે.