Kailash Mansarovar Yatra: પાંચ વર્ષ બાદ આ વર્ષે જૂનથી ફરી એકવાર ભારતીય તીર્થયાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ શકશે. આ વખતે ચીન અને ભારતની વચ્ચે પહેલેથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે બુધવારે લોટરી સિસ્ટમ દ્વારા સૌભાગ્યશાળી યાત્રીઓના નામની જાહેરાત કરી છે.
બંને રુટ પર થશે માનસરોવર યાત્રા
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જૂનથી ઑગસ્ટની દરમિયાન 50-50 યાત્રાળુના કુલ 15 ગ્રૂપને માનસરોવરની યાત્રા માટે રવાના કરાશે.