Ahmedabad News: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન ગાતી મહિલાઓ પર કેટલાક યુવકોએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકોએ હુમલો કરતાં કેટલીક મહિલાઓને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં મારામારીની ઘટનાને લઈને પીડિતો ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, વસ્ત્રાલમાં આવેલી શ્રીધર સ્પર્શ સોસાયટીના કૃષ્ણ મંદિરે રોજ ભજન મંડળીનો કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે ભજન ગાતી મહિલાઓ પર સોસાયટીના જ કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો. જ્યારે અગાઉ પણ સોસાયટી થતાં ભજનને લઈને તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ: સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી, એડવોકેટ જનરલે માફી માગી
જ્યારે યુવકો ક્યાં કારણોસર મહિલાઓ પર હુમલો કર્યો છે, તેને લઈને કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હુમલાની ઘટનાને લઈને ઓઢવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.