Language Controversy: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ શુક્રવારે (18 જુલાઈ) કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં જેટલા પણ નેતા છે તેમાંથી સૌથી સારી મારી હિન્દી છે. આવું મારા પિતાજીના કારણે છે કારણ કે તેમને ઉર્દુ, મરાઠી અને હિન્દી સારી આવડતી હતી. મારો તમામ ભાષા સાથે પ્રેમ છે. મીરા રોડ પહોંચીને ઠાકરેએ કહ્યું કે, હિન્દી ભાષાથી કોનું ભલું થયું છે? તે ભાષા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હેરાનપરેશાન છે. હિન્દી કોઈ પણ રાજ્યની માતૃભાષા નથી. હિન્દી આડીઅવળી તૈયાર કરાઈ, 200 વર્ષ જૂની ભાષા છે. હિન્દીએ 250થી વધુ ભાષાઓને મારી નાખી. હનુમાન ચાલીસા અવધિ ભાષામાં લખાયેલી છે, હિન્દીમાં નથી.’
મીરા રોડની ઘટના પર શું બોલ્યા?
રાજ ઠાકરેએ મીરા રોડ પહોંચવા પર તેમનું સ્વાગત કરવા માટે ચાર જેસીબી ઉભા રખાયા હતા, જેનાથી તેના પર ફૂલોનો વરસાદ કરાયો. તેમણે કહ્યું કે, ‘હું અહીં જાણીજોઈને આવ્યો. તે દિવસે જે ઘટના બની, મરાઠી જો ન સમજી તો કાનની નીચે મરાઠી સંભળાશે જ. નાની ઘટના હતી. મારા લોકો પાણી પીવા ગયા હતા. મરાઠી ભાષાને લઈને પૂછ્યું તે તેમણે કહ્યું કે, તમામ લોકો હિન્દી જ બોલે છે. તો પછી જવાબ મળી ગયો.’
આ પણ વાંચો: ‘મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કર્યું તો તેના ટુકડા કરી નાંખીશું’, ભાષા વિવાદ વચ્ચે ઠાકરેની ચેતવણી
જો કે, મીરા રોડ વિસ્તારમાં જ થોડા દિવસો અગાઉ મનસેના સમર્થકોએ એક હિન્દી ભાષી દુકાનદાર સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત રાજ્યના નેતાઓએ આ ઘટનાની આકરી ટીકા કરી હતી.
‘મહારાષ્ટ્રમાં રહેવું હોય તો શાંતિથી રહો’
રાજ ઠાકરેએ કહ્યું કે, ‘તમને શું લાગે છે, મરાઠી વેપારી નથી. કેટલા દિવસ સુધી બંધ કરીને રહેશો. અમે જ્યારે કંઈ ખરીદીશું ત્યારે કંઈ નહીં થાય? મહારાષ્ટ્રમાં રહેવું છે તો શાંતિથી રહો.’
‘દુકાન જ નહીં સ્કૂલ પણ બંધ કરાવી દઈશું’
રાજ ઠાકરેએ કહ્યું કે, ‘દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રીજી ભાષા હિન્દીની કડકાઈ કરીશું. ત્યારબાદ આંદોલનના ડરથી જ નિર્ણય પરત લઈ લીધો. હું કહેવા માગુ છું કે મહારાષ્ટ્રમાં 1થી 5 ધોરણ સુધી હિન્દી લાવીને તો બતાવો. દુકાન જ નહીં સ્કૂલ પણ બંધ કરાવી દઈશું.’
આ પણ વાંચો: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાય તમામ અનુસૂચિત જાતિ(SC)ના પ્રમાણપત્ર રદ કરાશે, ફડણવીસનું એલાન
સરદાર વલ્લભભાઈ પટેલનો કર્યો ઉલ્લેખ
સભાને સંબોધિત કરતા રાજ ઠાકરેએ કહ્યું કે, ‘વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, મુંબઈ, મહારાષ્ટ્રને ન આપતા. આપણે જેમને આદરથી જોતા હતા, તેમણે મુંબઈને મહારાષ્ટ્રમાં આપવાનો વિરોધ કર્યો હતો.’
‘તમારી ભાષા ગઈ તો પગ નીચેથી જમીન સરકી જશે’
મનસે પ્રમુખે પોતાના અંદાજમાં કહ્યું કે, ‘તમે અહીંના માલિક છો. બહારથી લોકો આવીને તમારા પર રૌફ જમાવશે? જો કોઈ તમારા પર આ રીતે રૌફ બતાવે તો તેના કાનની નીચે બજાવો. તમારી ભાષા ગઈ તો પગ નીચેથી જમીન સરકી જશે. ધીરે-ધીરે કરીને મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે.’