– ધોળકા-સરોડા રોડ ઉપર આવેલી
– 5 દિવસથી પાણીની લાઇન તૂટી જતાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ
ધોળકા : ધોળકા-સરોડા રોડ ઉપર આવેલી ક્રિશ્ના હાઇટ ફ્લેટમાં પાંચ દિવસથી પીવાના પાણીની લાઇન તૂટી જતાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જતાં ગૃહિણીઓને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. હાલ માનવતાના ધોરણે બાજુની સોસાયટીમાંથી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
ધોળકા સરોડા રોડ ઉપર આવેલી ‘ક્રિષ્ના હાઇટ’ ફ્લેટમાં છેલ્લા ચારેક દિવસથી પીવાના પાણીની પરોજણ ઉભી થઇ છે. ફ્લેટની પાછળના ભાગમાં પીવાના પાણીની લાઇન આવેલી છે. ત્યાં હાલ અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક વાયર નાખવાનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન પાણીની લાઇન લીકેજ થઇ હતી. પરિણામે ફ્લેટમાં પીણીનું વિતરણ ખોરવાઇ જતાં સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો.
માનવતાના ધોરણે હાલ બાજુની સોસાયટીમાંથી ફ્લેટના રહિશોને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ફ્લેટમાં મોટાભાગના ભાડૂઆત રહેછે. નગરપાલિકાના નીતિ નિયમોમાં થતી કાર્યવાહી જેતે સમયના બિલ્ડરો કે ફ્લેટના માલિકોએ કરી ન હોય તેમાં ભાડુઆતને મુશ્કેલી વેઠવાનો વારો આવ્ય છે. ફ્લેટના રહીશોએે સમયસર પીવાના પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી પાલિકા સમક્ષ માંગણી ઉઠાવી છે.