Surat Poster Controversy : સુરતના લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં 6 એપ્રિલના રોજ ઉત્તર ભારતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન માટે લગાવેલા પોસ્ટર વિવાદનું કારણ બની ગયાં છે. આ પોસ્ટર બેનરમાં ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી દર્શાવાયા છે જ્યારે વડાપ્રધાન અને પ્રદેશ પ્રમુખનો ફોટા છે પણ ગુજરાતના મુખ્યમંત્રીનો ફોટો નથી. આ વિવાદ આગળ વધી રહ્યો છે જેના કારણે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આ પોસ્ટર બેનર સાથે કોમેન્ટ કરી કે આયોજકોને મહેમાનોનો હોદ્દો ખબર હતી કે મજાક કરવામાં આવી ટિપ્પણી કરવામાં આવી છે.
સુરત પાલિકાના વિવિધ સમાજના સંમેલન ચાલી રહ્યાં છે તેમાં રાજકીય નેતાઓની હાજરી પણ જોવા મળી રહી છે. વિવિધ સમાજના નેતાઓ પોતાના સમાજના સંમેલન કરીને પોતાનું કદ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં સુરતના લિંબાયત ગોડાદરા પોલીસ મથક સામે આવેલા મહર્ષિ આસ્તિક વિદ્યાલય સામે ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા સમૂહ વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. 6 એપ્રિલના રોજ રામ નવમીના દિવસે ઉત્તર ભારતીય સમૂહ વિવાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે હાલ તેના પોસ્ટર અને બેનરના કારણે વિવાદ ઉભો થયો છે.
આ પોસ્ટર બેનરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય સંદિપ દેસાઈ, સંગીતા પાટીલ અને મનુ પટેલના ફોટા સાથે સુરત શહેર પ્રમુખ પરેશ પટેલના નામનો પણ ઉલ્લેખ છે. જોકે, આ બેનર પોસ્ટરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ફોટો ગાયબ છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોટા નીચે તેમને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી લખવામાં આવ્યું છે. આ પોસ્ટર બેનર વિવાદનું કેન્દ્ર બન્યા હોય કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ ટિખળ કરી કહ્યું છે ભાજપના ઉત્તર ભારતીય નેતાઓએ તેમના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, “ઉત્તર ભારતીય સમૂહ લગ્ન સમારોહ” ના પોસ્ટરમાં ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સ્થાન આપ્યું. શું આ અતિ ઉત્સાહી નેતાએ હર્ષ સંઘવી સાથે એપ્રિલ ફૂલ કર્યું છે કે મહેમાનોના હોદ્દા જ ખબર નથી. આ ઉપરાંત મુખ્યમંત્રીના ફોટા ગાયબ હોવાને પણ તેઓ આંતરિક જૂથબંધી કહી રહ્યા છે.