જામનગરમાં જુના કુંભારવાડા વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેતા છ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે આજે પરોઢીએ જુના કુંભારવાડા વિસ્તારમાં જુગારનો દરોડો પાડયો હતો, અને જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ઇમરાન ઉર્ફે લીંબુ કાસમભાઈ માડકિયા, યુસુફ ગુલમામદભાઈ બાબવાણી, ગોપાલ રાજુભાઈ પરમાર, રવજી ગાંડાભાઈ જોગસવા, અનવર કાસમબિન આરબ, અને મકબૂલ ઉર્ફ નટો અબ્દુલભાઈ મકરાણી ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 12,330ની રોકડ રકમ અને ઘોડી પાસાનું સાહિત્ય કબજે કર્યું છે.