ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
બોટાદ પંથકની મહિલા સાથે રંઘોળા નજીકની હોટલમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું
ભાવનગર: બોટાદ પંથકની મહિલાને તેના પતિને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાંની ફરિયાદ ઉમરાળા પોલીસ મથકમાં નોંધાઈ છે.
બોટાદ પંથકની એક મહિલાને તેના પતિને મારી નાખવાની ધમકી આપી આજથી સાતેક માસ અગાઉ રંઘોળા ચોકડી પાસે આવેલી એક હોટલમાં અવારનવાર ભરત મનજીભાઈ લંગાળીયા નામના શખ્સે અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે મહિલાએ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.