ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી…ના નાદ સાથે જામનગર, મોરબી, જેતપુર, વિંછીયા, વાંકાનેરમાં નગરયાત્રા વખતે મોટી સંખ્યામાં જૈનો-જૈનેતરો જોડાયા, જામનગરમાં નાટિકા ભજવાઈ
રાજકોટ, : અહિંસા, સત્યપાલન, જીવદયા પ્રવર્તક ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે આજે ગામે ગામ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં જૈનમ જયતિ શાસનમના નારાઓ સાથે પ્રભુને ચાંદીના રથમાં બિરાજમાન કરી નગરયાત્રા નીકળી હતી. આ નિમિતે જેતપુર, વિંછીયા, જામનગર, વાંકાનેર, મોરબીમાં જૈનો-જૈનેતરો મોટી સંખ્યામાં આસ્થાભેર જોડાયા હતા.
મોરબીમાં આજે સમસ્ત જૈન સમાજ દ્વારા પરમાત્માની રથયાત્રાનું આયોજન કરાયું છે. વાગડ ગચ્છનાયક આચાર્ય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા. સમૂદાયના આ.ભ. આત્મદર્શન સૂરીશ્વરજી મહારાજ અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા ઠેરઠેર ફરીને ધર્મસભામાં ફેરવાય હતી. જ્યારે જામનગરમાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના શિષ્યા પૂ.પરમ સંબોધીજી મહાસતીજીની નિશ્રામાં પારસધામનાં ઉપક્રમે ટાઉનહોલમાં નાટય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ભાવિકો મહાવીર સ્વામીની જીવનલીલા નિહાળી ધન્ય થયા હતાં.
જેતપુરમાં જૈન સમાજ દ્વારા સવારના ઉજડપા વિસ્તારમાં આવેલ બોધાભાઈ સ્થાનકવાસી જૈન સમાજમાં ગોંડલ ઉપાશ્રયે ભાવીકોએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. આદી સાધુ-સાધ્વીજીઓના સાંનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે વિછીયામાં મહાવીર જયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ત્રીસલા નંદન વીર કી જય બોલો મહાવીર કી ના ગગનભેદી નાદ ગુંજી ઉઠયા હતા. આ શોભાયાત્રામાં જૈન સમાજના ત્રણેય ફિરકાઓ જોડાયા હતા. વાંકાનેર ખાતે જૈન સમુદાય દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અર્હમ યુવા સેવા ગુ્રપ દ્વારા શહેરીજનોમાં લાડુનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.
મહારાજ અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા ઠેરઠેર ફરીને ધર્મસભામાં ફેરવાય હતી. જ્યારે જામનગરમાં રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના શિષ્યા પૂ.પરમ સંબોધીજી મહાસતીજીની નિશ્રામાં પારસધામનાં ઉપક્રમે ટાઉનહોલમાં નાટય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ભાવિકો મહાવીર સ્વામીની જીવનલીલા નિહાળી ધન્ય થયા હતાં.
જેતપુરમાં જૈન સમાજ દ્વારા સવારના ઉજડપા વિસ્તારમાં આવેલ બોધાભાઈ સ્થાનકવાસી જૈન સમાજમાં ગોંડલ ઉપાશ્રયે ભાવીકોએ ઉમટી પડી દર્શનનો લાભ લીધો હતો. આદી સાધુ-સાધ્વીજીઓના સાંનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે વિછીયામાં મહાવીર જયંતિની ભવ્ય શોભાયાત્રા નીકળી વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. ત્રીસલા નંદન વીર કી જય બોલો મહાવીર કી ના ગગનભેદી નાદ ગુંજી ઉઠયા હતા. આ શોભાયાત્રામાં જૈન સમાજના ત્રણેય ફિરકાઓ જોડાયા હતા. વાંકાનેર ખાતે જૈન સમુદાય દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અર્હમ યુવા સેવા ગુ્રપ દ્વારા શહેરીજનોમાં લાડુનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું