– ઓપરેશન સિંદૂર, ટ્રમ્પના વિધાનો, મતદાર યાદી સહિતના મુદ્દે આજથી શરૂ થતાં સંસદના સત્રમાં ઘમાસાણના એંધાણ
– પહલગામમાં આતંકી હુમલો, ઓપરેશન સિંદૂર અને વેપાર કરાર સહિતના મુદ્દાઓ પર પીએમ મોદીના નિવેદનની વિપક્ષની માગ
– કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂર સહિત દરેક મુદ્દા પર નિયમો અને પરંપરા હેઠળ ચર્ચા માટે તૈયાર : કિરણ રિજિજૂ
– સત્ર પહેલા યોજાયેલી સર્વપક્ષીય બેઠક અઢી કલાક ચાલી
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, જે ૧૨ ઑગસ્ટે પૂરું થવાનું છે. આ સત્રમાં કેટલાક મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની સરકારની યોજના છે.