પોલીસે
સાત મોબાઈલ તથા એક બાઈક મળીને રૃ.૬૨ હજારનો મુદામાલ જપ્ત કર્યો
લીંબડી –
લીંબડીમાં મોબાઈલ તથા બાઈકની ચોરી કરનાર રાણપુરના ત્રણ
શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી
પોલીસે ૭ મોબાઈલ તથા ૧ બાઈક મળીને કુલ ૬૨,૫૦૦નો મુદામાલ કબજે
કરી ગુનો નોંધ્યો હતો.
લીંબડી
બ્રિજ પાસે ત્રણ શખ્સો લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કે છળકપટથી મેળવેલા
મોબાઈલ તથા બાઈક લઈને ઉભા છે. તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમી વાળી
જગ્યાએ દરોડો પાડયો હતો .જ્યાંથી રવિ વજુભાઈ સરવૈયા, જીતેન્દ્ર ગંગારામભાઈ સલાત તથા પુનમ
મનુભાઈ સલાટ (ત્રણેય રહે. રાણપુરવાળા) ને ઝડપી પાડયા હતા. એલસીબીની ટીમે ત્રણેય
પાસેથી સાત મોબાઈલ કિં.રૃ.૩૨,૫૦૦, એક
બાઈક કિં.રૃ. ૩૦,૦૦૦ મળીને કુલ રૃપિયા ૬૨,૫૦૦નો મુદામાલ કબજે કરીને લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ
ધરી હતી.