Vadodara : વડોદરાના એક અમરનાથ યાત્રીનું ગુફા પાસે બ્રેન્ડ સ્ટોક આવ્યા બાદ મૃત્યુ થતાં તેમના મૃતદેહને વડોદરા લાવવામાં આવી રહ્યો છે.
તરસાલી પાણીની ટાંકી પાસે ચંદ્રનગર સોસાયટીમાં રહેતા મહેશ ઉત્તેકર નામના 50 વર્ષીય શિવભક્ત બાબા અમરનાથના દર્શન માટે ગયા હતા. ત્યારે 11 દિવસ પહેલા તેમને ગુફાથી થોડે દૂર બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. શિવ ભક્તને તાત્કાલિક શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું ગઈકાલે મૃત્યુ થયું હતું. જેથી તેમના મૃતદેહને વડોદરા લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. અમરનાથ યાત્રામાં ભંડારો ચલાવતા વડોદરાના મિલિંદભાઈ વૈદે કહ્યું હતું કે, પ્રશાસન સહયોગ આપી રહ્યું છે અને આજે બપોર સુધીમાં તેમનો મૃતદેહ વડોદરા લવાય તેવી શક્યતા છે. ઉપરોક્ત બનાવને પગલે શિવ ભક્તોમાં શોક છવાયો છે.