Vadodara : વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલ વચલી પોળ છેલ્લા 10થી 12 દિવસથી ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યાનો અંત આવી રહ્યો નથી. સ્થાનિકોએ આ મામલે વોર્ડ કચેરી તથા પાલિકાની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિવેડો આવી રહ્યો નથી.
જ્યાં ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહી છે ત્યાં વેપાર કરતાં ધંધાર્થીએ જણાવ્યું કે, કરેલી ફરિયાદ બાદ એકવાર ડ્રેનેજ લાઇન સાફ કરવા મશીન આવીને જતું રહ્યું પરંતુ ઉભરાવાની ડ્રેનેજ બંધ થઈ રહી નથી અને સમસ્યાનો નિવારણ આવતું નથી. અહીં ડ્રેનેજનું પાણી એટલું બધું ઉભરાઈ રહ્યું છે કે મળ પણ રસ્તા પર આવી જાય છે અને તેના કારણે દુકાનમાં અગરબત્તી કરીને બેસવું પણ શક્ય નથી. જેના કારણે અહીં અમારે ત્યાં ગ્રાહકો આવતા નથી. આ મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારમાં પ્રાથમિક પ્રશ્નો હલ થઈ રહ્યા નથી. અહીં રહેઠાણ વિસ્તાર પણ છે ત્યારે જો કોઈ આ ગંદકીના કારણે બીમાર થયું અથવા તેને સ્વાસ્થ્યની સમસ્યા થઈ તો આ માટે જવાબદાર કોણ રહેશે? તે જોવું રહ્યું.