વિડીયો બનાવી ત્રણ યુવકો તળાવમાં કુદી પડયા તળાવમાં કૂદી પડેલા ત્રણેય યુવકોના મોત
કલોલ : તાલુકાના નારદીપુર ગામે રહેતા ત્રણ યુવકોએ કોઈ અગમ્ય
કારણોસર ગામમાં આવેલ તળાવમાં કુદી પડીને આપઘાત કરી લીધો હતો ત્રણેયની લાશો બહાર
કાઢીને પીએમ અર્થે કલોલ ની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી મરણ જનાર યુવકોએ
તળાવમાં કુદતા પહેલા વિડીયો બનાવ્યો હતો અને તે વિડીયો તેમણે ઇન્સ્ટા ઉપર મૂક્યો
હતો.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ તાલુકાના નારદીપુર ગામે
ત્રણ યુવકોએ તળાવમાં પડીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી ગામમાં રહેતા
ધૈર્ય જીતેન્દ્રકુમાર શ્રીમાળી તથા કૌશિક કુમાર કનુભાઈ મહેરીયા અને અશોકકુમાર
નરસિંહભાઈ વાઘેલા નામના યુવકોએ કોઈ અગમ્ય કારણોસર તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો
હતો તેઓએ આપઘાત કર્યા પહેલા મોબાઇલમાં વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો તેઓએ
ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યોહતો બનાવની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ તળાવ પાસે
આવી ચડયા હતા અને તરવૈયાઓને બોલાવીને તેઓની લાશો બહાર કાઢવામાં આવી હતી બનાવની જાણ
પોલીસને થતા તાલુકા પોલીસ ઘટના પહોંચી હતી અને મૃતકોની લાશોને પીએમ અર્થે કલોલની
સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ
તપાસ ચલાવી છે.