સમાચાર એજન્સી રોયટર્સના એક પોલમાં ભારતના બેરોજગારીના આંકડા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. ભારત સરકારના બેરોજગારી અને અલ્પ રોજગારના આંકડા સટીક નથી. કેટલાક સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓને ટાંકીને જણાવાયું છે કે વાસ્તવિક બેરોજગારી દર અધિકૃત આંકડા કરતા બમણો હોઇ શકે છે. ભારત જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળામાં 7.4 ટકાના વૃધ્ધિદર સાથે વિશ્વની ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે પરંતુ આ વૃદ્ધિ દર વર્ષે વૃદ્ધિબળ સાથે જોડાયેલા યુવાઓને સંતોષકારક આવકવાળી નોકરી આપવામાં નિષ્ફળ રહ્યો છે.
ગત મહિને જે સર્વે કરવામાં આવ્યો જેમાં 50 થી વધુ સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થતો હતો. જેમાં 70 ટકા મત ધરાવતા હતા કે જૂન મહિનાનો અધિકૃત બેરોજગારી દર 5.6 ટકા જે ઓછો છે. ગત વર્ષ રોયટર્સના એક સર્વેમાં પણ મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ બેરોજગારી દરને સરકાર સામેનો સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં નોકરીની જુની પરિભાષા બેરોજગારી અને અલ્પ રોજગારને વાસ્તવિક રીતે નુકસાન પહોંચાડી રહી છે.