gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે BCCIએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે ! વિધેયક તૈયાર, આવતીકાલે સંસદમાં રજૂ કરાશે | Cricket : …

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in INDIA
0 0
0
હવે BCCIએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે ! વિધેયક તૈયાર, આવતીકાલે સંસદમાં રજૂ કરાશે | Cricket : …
0
VIEWS
Share on FacebookShare on Twitter

National Sports Governance Bill : સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે એટલે કે આવતીકાલે (23 જુલાઈ) એક મહત્ત્વનું બિલ રજુ થવાનું છે. આ બિલનું નામ ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક’ છે, જેમાં તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને પણ સામેલ કરાયું છે, તેમ રેલવે મંત્રાલયના સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.

રાષ્ટ્રીય મહાસંઘોની જેમ BCCIએ કાયદાઓનું પાલન કરવું પડશે

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, ‘રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક કાયદો બની ગયા બાદ તમામ રાષ્ટ્રીય મહાસંઘોની જેમ બીસીસીઆઈને પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે. વર્ષ 2028માં લૉસ એન્જલસમાં ઓલમ્પિક ખેલોમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યું છે, ત્યારે બીસીસીઆઈ પહેલેથી જ ઓલમ્પિક આંદોલનનો ભાગ બની ગયું છે.

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું હતું?

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘આ બિલ દેશના રમતગમત પ્રશાસકો માટે વધુ જવાબદારી સુનિશ્ચિત કરવા તરફ એક પગલું છે. તે હેઠળ એક નિયમનકારી બોર્ડની રચના કરાશે અને તેઓને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (National Sports Federations-NSF)ને માન્યતા આપવા અને તેમને ભંડોળ પૂરું પાડવાનો અધિકાર અપાશે. આ બાબતો તેના પર નિર્ભર રહેશે કે તેઓ સુશાસન સંબંધિત શરતોનું કેટલું પાલન કરે છે. આ બોર્ડ એ પણ સુનિશ્ચિત કરશે કે રમતગમત ફેડરેશન ઉચ્ચતમ શાસન, નાણાકીય અને નૈતિક ધોરણોનું પાલન કરે.’

આ પણ વાંચો : વાહનચાલકો સાવધાન… આવી ભુલ કરશો તો ‘ફાસ્ટેગ’ બ્લેકલિસ્ટ કરાશે, NHAIનો કડક નિયમ લાગુ

રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયકનો હેતુ

ભારતમાં રમતગમત ક્ષેત્રે પારદર્શિતા, જવાબદારી અને સુશાસન લાવવા માટે રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક રજૂ કરવાનો પ્રસ્તાવ છે. આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં રમતગમત સંગઠનોના કાર્યને નિયંત્રિત કરવાનો અને તેમને વધુ જવાબદાર બનાવવાનો છે. વિધેયકનો મુખ્ય હેતુ રમતગમતના સંગઠનોમાં નાણાકીય પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. તેમને ભંડોળના ઉપયોગ, ઓડિટ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ વિશે નિયમિતપણે માહિતી જાહેર કરવી પડશે. આનાથી ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ પર અંકુશ આવશે.

વિધેયકમાં શું હોઈ શકે છે?

વિધેયકનો હેતુ રમતગમત સંગઠનોની ચૂંટણી પ્રક્રિયાને વધુ લોકતાંત્રિક અને પારદર્શક બનાવવાનો છે. તેમાં નિયમિત ચૂંટણીઓ, સભ્યોની લાયકાત અને ચૂંટણી સંબંધિત વિવાદોના નિરાકરણ માટેના નિયમો શામેલ હોઈ શકે છે. લિંગ સમાનતા સુનિશ્ચિત કરવા માટે મહિલાઓના પ્રતિનિધિત્વને ફરજિયાત બનાવવાની જોગવાઈ પણ હોઈ શકે છે. આ વિધેયક દ્વારા રમતગમતના પદાધિકારીઓ માટે ઉંમર અને કાર્યકાળની મર્યાદાઓ લાદવામાં આવી શકે છે, જેથી લાંબા સમયથી એક જ વ્યક્તિઓ દ્વારા પદ પર રહેવાની પ્રથાને અટકાવી શકાય. આનાથી નવા નેતૃત્વને તક મળશે.

આ પણ વાંચો : સંસદમાં સતત હોબાળાના કારણે આવતીકાલ સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

વિધેયકમાં ડોપિંગ કેસ સંબંધીત મુદ્દો પણ સામેલ હોવાની સંભાવના

વિધેયકમાં રમતવીરોના હિતોના રક્ષણ માટે જોગવાઈઓ શામેલ હોઈ શકે છે, જેમ કે તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય, અને યોગ્ય પસંદગી પ્રક્રિયા… રમતવીરોને સંગઠનોના નિર્ણયોમાં ભાગીદારી આપવા પર ભાર મૂકવામાં આવી શકે છે. રમતગમત સંબંધિત વિવાદો, જેમ કે પસંદગી, શિસ્ત, અથવા નાણાકીય મુદ્દાઓ માટે એક સ્વતંત્ર અને કાર્યક્ષમ વિવાદ નિરાકરણ મિકેનિઝમ સ્થાપિત કરવામાં આવી શકે છે. ડોપિંગના કેસોને નિયંત્રિત કરવા અને તેના પર કડક કાર્યવાહી કરવા માટે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (NADA) અને વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA)ના નિયમોને વિધેયકમાં સમાવી શકાય છે. આ વિધેયક ભારતમાં રમતગમતના વ્યાપક વિકાસ માટે માળખાગત સુવિધાઓ, તાલીમ અને કોચિંગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકી શકે છે.

જો આ વિધેયક કાયદો બનશે, તો તે ભારતીય રમતગમતના પ્રશાસનમાં એક મોટો સુધારો લાવશે અને તેને વધુ વ્યવસાયિક અને પારદર્શક બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો : બિલોને મંજૂરી આપવા રાષ્ટ્રપતિ માટે પણ નક્કી થશે ટાઈમલાઇન? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પાઠવી નોટિસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પાયલટની ભૂમિકા પર પાયાવિહોણા સવાલ’, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે કેન્દ્ર સરકારે અપડેટ આપી | Ahm…
INDIA

‘પાયલટની ભૂમિકા પર પાયાવિહોણા સવાલ’, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે કેન્દ્ર સરકારે અપડેટ આપી | Ahm…

July 23, 2025
ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું? ભાજપ નેતાઓના મૌનથી અનેક તર્ક-વિતર્ક | Dhankhar resigned or was he…
INDIA

ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું? ભાજપ નેતાઓના મૌનથી અનેક તર્ક-વિતર્ક | Dhankhar resigned or was he…

July 23, 2025
પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…
INDIA

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

July 23, 2025
Next Post
અમેરિકાએ ભારતને સોંપ્યા ઘાતક અપાચે હેલિકોપ્ટર, પાક સરહદ પર કરાશે તહેનાત | Indian Army gets first thr…

અમેરિકાએ ભારતને સોંપ્યા ઘાતક અપાચે હેલિકોપ્ટર, પાક સરહદ પર કરાશે તહેનાત | Indian Army gets first thr...

સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિ…

સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિ...

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો | icmr stat…

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો | icmr stat…

2 months ago
VIDEO : મિર્જાપુરમાં એમ્બ્યુલન્સ પર ટ્રક પલટી, ગર્ભવતી મહિલા સહિત ચારના મોત | Uttar Pradesh : Mirzap…

VIDEO : મિર્જાપુરમાં એમ્બ્યુલન્સ પર ટ્રક પલટી, ગર્ભવતી મહિલા સહિત ચારના મોત | Uttar Pradesh : Mirzap…

3 months ago
મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k…

મહિલાનો હાથ પકડી છેડતી કરી સાસુંએ રોકતા લાફા, લાત મારી નીચે પાડયા | A amwochu poun emon fefin me a k…

3 months ago
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાના વિમાનમાં લાગી આગ | Air India plane ca…

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાના વિમાનમાં લાગી આગ | Air India plane ca…

14 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News