વડોદરા નજીકના નેશનલ હાઈવે 48 ઉપર ફરીટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. 15 કિલોમીટર સુધીના ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો આજે સવારે બે કલાકથી અટવાયા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ઉઘરાવવામાં મસ્ત છે પરંતુ વાહન ચાલકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે જેના પરિણામે વરણામાથી તરસાલી સુધીના માર્ગ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે. ખાડાઓનાં કારણે વાહન ચાલકો માટે જામ્બુઆ બ્રિજ ઉપરથી પસાર થવું કપરું સાબિત થઈ રહ્યું છે.
આજે વહેલી સવારથીજ જામ્બુઆ બ્રિજ હાઈવે 48ના રોડ ઉપર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો સહિત આસપાસ આવેલા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ટ્રાફિકજામમાં એમ્બ્યુલેન્સ પણ અટવાઈ ગઈ હતી.