વડોદરાના મકરપુરા વિસ્તારમાં બરોડા ડેરી પાસે 12 જેટલી લારીઓમાં ગઈ વહેલી સવારે તોડ-ફોડ બાદ ચોરી થઈ હોવા અંગેની અરજી મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા લારીઓ મુકવા ભાડા પેટે ચાર્જ દર મહિને લેવામાં આવે છે છતાં પણ હેરાન પરેશાન કરવામાં આવે છે આ બાબતે 100 જેટલા વેપારીઓ – લારીઓ વાળાએ મ્યુનિસિપલ કોર્પોરેશન ખંડેરાવ માર્કેટ ખાતે કમિશનર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.
વડોદરા કોર્પોરેશન દ્વારા એક બાજુ લારી ગલ્લા ચલાવી પોતાનું ગુજરાન ચલાવનારાને લોન આપવામાં આવે છે જ્યારે બીજી બાજુ કોર્પોરેશન રોજબરોજ લારી ગલ્લા હટાવી પેનલ્ટી વસૂલ કરે છે જેનાથી લારી ગલ્લાવાળાઓને હેરાનગતિ થાય છે એટલું જ નહીં લારી ગલ્લાવાળા પાસેથી દર અઠવાડિયે વહીવટી ચાર્જના નામે હજારો રૂપિયાની વસુલાત કરવામાં આવે છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.