વડોદરા કોર્પોરેશનના ખોરાક શાખાની અલગ અલગ ટીમોએ શાળા કોલેજો તેમજ કેટરિંગનો વ્યવસાય કરનારાને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કેટલીક જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી સાથે સાથે કેટલીક સંસ્થાઓને નોટિસ આપી ખાદ્ય પદાર્થો અંગે તકેદારી રાખવા તેમજ જરૂરી પુરાવા રાખવા સૂચના આપવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનના મ્યુનિ. કમિશનર અરુણ બાબુની સુચનાથી ખોરાક શાખાના અધિક આરોગ્ય અમલદાર મુકેશભાઈ વૈદ, તથા તેમની ટીમોએ વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો અંગે ચેકિંગ હાથ ધર્યું હતું.
પાલિકાના ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના પોલીટેકનીક વિસ્તારમાંથી સમરસ ગવર્મેન્ટ ગર્લ્સ હોસ્ટેલ, પોલીટેકનીક કેમ્પસ, આજવા રોડ પર રાજપુરોહીત કેટરીંગ સર્વીસ, એસ.ડી.હોલ, લક્ષ્મણ કેટરર્સ, જે.એમ. હોલ, પ્રતાપગંજમાં હેલ્ધી ફુડ એમીનીટી સેન્ટર, વીજયમાલા કેટરીંગ, એમીનીટી સેન્ટર, ટેસ્ટી ફુડ, એમીટીટી સેન્ટર, અકોટામાં કેળવણી ટ્રસ્ટ, એસ.એન.ડી.ટી. કોલેજ અને કેન્ટીન, દિવાળીપુરામાંથી નર્સીંગ કોલેજ, ઓલ્ડ પાદરા રોડ પર જગદીશ ફુડ્સ પ્રા.લી., કારેલીબાગમાં બાલગોકુલમ કસ્તુરબા કન્યા છાત્રાલય, ફતેસીંહઆર્ય અનાથ આશ્રમ, વેલચંદ બેન્કર કુમાર આશ્રમ, સરદાર છાત્રાલય, કલાદર્શન ખાતે મોક્સ ફુડ્સ પાર્સલ, જગદીશ ફરસાણ પ્રા.લી., મુરલીધર ફુડ્સ પાર્સલ, રાજમહેલ રોડ પર વ્હાઇટ પોટેટો, માંજલપુરમાં શ્રીરામ સ્ટોર, શિવ પ્રોવીઝન સ્ટોર, જી.કે.પાન, આકારા રેસ્ટોરન્ટ, ભાયલીમાં આવેલ નવરચના યુનિવર્સીટી, બ્રાઇટ સ્કુલમાંથી વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી .
માંજલપુરમાં આવેલ શ્રીરામ સ્ટોર, શિવ પ્રોવીઝન સ્ટોર, જી.કે.પાનના એફ.બી.ઓ. લાયસન્સ વગર ધંધો કરતા હોવાથી બંધ કરાવી દેવામાં આવ્યા હતા. સમરસ ગવર્મેન્ટ ગલ્સ હોસ્ટેલ, પોલીટેકનીક કેમ્પસ અને નવરચના યુનિવર્સીટી, ભાયલી, કેળવણી ટ્રસ્ટ, એસ.એન.ડી.ટી. કોલેજ, અકોટા, નર્સીંગ કોલેજ, દિવાળીપુરામાં આવેલ એફ.બી.ઓ.ને પાણીનો રીપોર્ટ ન હોય, મેડીકલ ફિટનેશ શર્ટીફીકેટ ન હોય, પ્રીપેર ફુડ અને રો-મટીરીયલના લેબ ટેસ્ટીંગના રીપોર્ટ ન હોય, લાઈસન્સ લગાવેલ ન હોય, લાઈસન્સ વગર ધંધો કરતા હોય, ન્યુઝ પેપરમાં ખાદ્યપદાર્થ આપતા હોય તેવા કારણોસર ૪ એફ.બી.ઓ.ને શીડ્યુલ ૪ની નોટીસ આપવામાં આવેલ હતી.