Jamnagar Accident : જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ગઈકાલે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સિરાજ ઇકબાલભાઇ જુણેજા નામના 32 વર્ષીય યુવાન જે ખાનગી કંપનીમાં કામ કરી પોતાના ઘરે જવા રવાના થયા હતા.
દરમિયાન રોડ ક્રોસ કરતી વેળાએ સિરાજ જુણેજાને એક એક્ટિવા મોટરસાયકલ ચાલકે ઠોકર મારી રફુચક્કર થઇ ગયો હતો. ત્યારબાદ ઇજાગસ્ત સિરાજભાઇ ને સ્થાનિકો દ્વારા 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇજાગસ્ત યુવાનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા છે. આ અકસ્માતના બનાવવા અંગેની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટુકડી દોડતી થઈ છે, અને વધુ તપાસ હાથ ધરી છે.