મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં તમામ ઓટોમોબાઈલ-વાહનો પર ૨૫ ટકા ટેરિફ લાદવાનું જાહેર કરતાં અને હજુ ૨, એપ્રિલના અનેક દેશો પર તોળાતા રેસિપ્રોકલ ટેરિફને લઈ વૈશ્વિક બજારોમાં આજે ખાસ યુરોપના બજારોમાં મોટું ધોવાણ થયું હતું. ભારતીય શેર બજારોમાં પણ ઓટોમોબાઈલ શેરોમાં ફંડો વેચવાલ બન્યા સામે માર્ચ એન્ડિંગને લઈ નાણા વર્ષ ૨૦૨૪-૨૫ શેર બજારો માટે પૂરું થતાં ફંડોએ ઘટાડે ફાઈનાન્સ શેરો બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વની આગેવાનીમાં પસંદગીની તેજી કરતાં અને આઈટી-સોફ્ટવેર શેરોમાં વિપ્રો પાછળ આકર્ષણ રહેતાં અને પાવર શેરો એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, લાર્સન એન્ડ ટુબ્રો, અદાણી પોર્ટસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક સહિતમાં લેવાલી રહેતાં બજાર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. નિફટી માર્ચ એક્સપાઈરીને લઈ આજે વોલેટીલિટી જોવાઈ હતી. સેન્સેક્સ અંતે ૩૧૭.૯૩ પોઈન્ટ વધીને ૭૭૬૦૬.૪૩ અને નિફટી ૫૦ સ્પોટ ૧૦૫.૧૦ પોઈન્ટ વધીને ૨૩૫૯૧.૯૫ બંધ રહ્યા હતા.
અમેરિકાની ૨૫ ટકા ટેરિફે ઓટો શેરોમાં ધોવાણ : ટાટા મોટર્સ રૂ.૩૯ તૂટયો : ઓટો ઈન્ડેક્સ ૪૮૪ તૂટયો
અમેરિકાએ ઓટોબાઈલની આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદતાં યુરોપના દેશો, મેક્સિકો, કેનેડા સહિતને મોટી અસર થવાની શકયતા સાથે ભારતીય ઓટો ઉદ્યોગ પર પણ માઠી અસરના અંદાજોએ આજે ઓટો શેરોમાં ફંડો વેચવાલ બન્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૮૪.૬૦ પોઈન્ટ ગબડીને ૪૮૨૨૦.૮૫ બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ રૂ.૩૯.૩૫ તૂટીને રૂ.૬૬૮.૬૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૩૭.૩૫ તૂટીને રૂ.૯૦૬.૧૫, અશોક લેલેન્ડ રૂ.૫.૯૫ ઘટીને રૂ.૨૦૯, ભારત ફોર્જ રૂ.૨૭.૨૫ ઘટીને રૂ.૧૧૫૫, મધરસન રૂ.૩ ઘટીને રૂ.૧૩૨, ઉનો મિન્ડા રૂ.૧૪.૫૦ ઘટીને રૂ.૯૨૦.૩૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૪૫ ઘટીને રૂ.૨૫૫૫.૯૦, આઈશર મોટર્સ રૂ.૫૨.૫૫ ઘટીને રૂ.૫૩૪૭.૬૫, એમઆરએફ રૂ.૩૫૯.૯૫ ઘટીને રૂ.૧,૧૩,૯૦૦ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેલ્યુબાઈંગ : બેંક ઓફ બરોડા,સ્ટેટ બેંક, બજાજ હાઉસીંગ, એડલવેઈઝમાં તેજી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે વેલ્યુબાઈંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૯૪.૫૧ પોઈન્ટ વધીને ૫૯૩૨૯.૦૨ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૧૦.૫૦ વધીને રૂ.૨૩૦.૭૫, કેનેરા બેંક રૂ.૨.૪૩ વધીને રૂ.૮૯.૬૬, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૭.૫૫ વધીને રૂ.૬૭૩.૬૦, ફેડરલ બેંક રૂ.૨.૫૫ વધીને રૂ.૧૯૪.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૦૫ વધીને રૂ.૭૭૨.૪૦, એચડીએફસી બેંક રૂ.૧૯.૩૦ વધીને રૂ.૧૮૨૫.૨૫ રહ્યા હતા. ફાઈનાન્શિયલ અને અન્ય બેંકિંગ શેરોમાં બજાજ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૯.૫૫ વધીને રૂ.૧૨૫.૫૫, એડલવેઈઝ રૂ.૫.૫૫ વધીને રૂ.૯૧.૮૪, આધાર હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૧.૨૫ વધીને રૂ.૪૨૪.૩૦, બજાજ ફિનસર્વ રૂ.૬૨.૭૦ વધીને રૂ.૨૦૦૫.૪૦, મેડીઆસિસ્ટ રૂ.૧૪.૪૫ વધીને રૂ.૪૬૩ રહ્યા હતા.
સુબેક્ષ, ઝેગલ પ્રિપેઈડ, રામકો સિસ્ટમ, મેપમાય ઈન્ડિયા, વિપ્રો, ન્યુજેન, પર્સિસ્ટન્ટમાં ફંડો લેવાલ
અમેરિકી શેર બજારોમાં નાસ્દાકમાં નરમાઈ છતાં ભારતીય આઈટી શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. સુબેક્ષ ૯૯ પૈસા ઉછળી રૂ.૧૨.૮૪, ઝેગલ પ્રિપેઈડ રૂ.૧૬.૪૦ વધીને રૂ.૩૪૪.૬૫, રામકો સિસ્ટમ રૂ.૧૪.૨૦ વધીને રૂ.૩૫૩.૪૫, ન્યુજેન રૂ.૪૦.૧૦ વધીને રૂ.૧૦૦૯.૯૦, રેટગેઈન રૂ.૧૫.૪૦ વધીને રૂ.૪૩૮.૮૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૩૩.૭૫ વધીને રૂ.૫૬૪૪.૦૫, વિપ્રો રૂ.૪.૮૦ વધીને રૂ.૨૭૨.૦૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૭.૪૦ વધીને રૂ.૪૧૮.૨૦, ડાટામેટિક્સ રૂ.૧૩.૯૫ વધીને રૂ.૬૫૦, નેલ્કો રૂ.૧૩.૬૫ વધીને રૂ.૯૧૨.૩૫ રહ્યા હતા.
પાવર શેરોમાં તેજી : થર્મેક્સ રૂ.૨૨૫, પાવર ઈન્ડિયા રૂ.૫૦૮, લાર્સન રૂ.૬૧, અદાણી ગ્રીન રૂ.૪૮ ઉછળ્યા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. થર્મેક્સ રૂ.૨૨૫.૮૦ વધીને રૂ.૩૭૦૦, પાવર ઈન્ડિયા રૂ.૫૦૭.૯૫ વધીને રૂ.૧૨,૬૮૦, એનબીસીસી રૂ.૧.૭૫ વધીને રૂ.૮૨.૮૧, ભેલ રૂ.૪.૦૫ વધીને રૂ.૨૧૪.૪૫, લાર્સન એન્ડ ટુબ્રોને કતાર એનજીૅનો ચાર અબજ ડોલરનો કોન્ટ્રેકટ મળતાં શેર વલરૂ.૬૦.૭૦ વધીને રૂ.૩૫૦૩.૩૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૩૩.૭૦ વધીને રૂ.૪૧૬૧.૬૦ રહ્યા હતા. જ્યારે અદાણી ગ્રીન રૂ.૪૭.૮૫ વધીને રૂ.૯૫૯.૬૦, અદાણી પાવર રૂ.૨૧.૮૫ વધીને રૂ.૫૧૯.૬૫, એનટીપીસી રૂ.૬.૬૫ વધીને રૂ.૩૬૦.૮૦ રહ્યા હતા.
જિન્દાલ વર્લ્ડ રૂ.૧૧, ઓરિઓનપ્રો રૂ.૨૭૪, બીએફ યુટીલિટી રૂ.૧૨૫, શોપર્સ સ્ટોપ રૂ.૪૮ ઉછળ્યા
એ ગુ્રપના પ્રમુખ વધનાર અન્ય શેરોમાં આજે જિન્દાલ વર્લ્ડ રૂ.૧૧.૦૮ ઉછળી રૂ.૬૬.૫૯, ઓરિઓનપ્રો રૂ.૨૭૪.૨૫ વધીને રૂ.૧૬૫૨.૧૦, બીએફ યુટીલિટી રૂ.૧૨૫.૧૫ વધીને રૂ.૭૬૫.૩૦, સિએન્ટ રૂ.૬૧.૨૦ વધીને રૂ.૪૪૮.૫૦, એજીસ લોજિસ્ટિક રૂ.૧૧૭.૧૫ વધીને રૂ.૯૦૩.૨૦, બીઈએમએલ રૂ.૩૭૪.૮૫ વધીને રૂ.૩૧૩૨.૬૫, ફર્સ્ટશોર્સ સોલ્યુશન રૂ.૩૦.૯૫ વધીને રૂ.૩૫૬.૧૫, શોપર્સ સ્ટોપ રૂ.૪૭.૯૫ વધીને રૂ.૫૬૧.૪૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી સામે ઘણા શેરોમાં સતત વેચવાલી : ૨૩૪૯ શેરો નેગેટીવ બંધ
માર્ચ એન્ડિંગ સાથે આજે હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, રિટેલ ઈન્વેસ્ટરો, ફંડોની પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી રહ્યા સામે ઘણા શેરોમાં વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૯ અને વધનારની સંખ્યા ૧૬૯૯ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૪૧૭.૯૫ પોઈન્ટ વધીને ૪૬૮૦૩.૬૫ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૯૨.૩૦ પોઈન્ટ વધીને ૪૧૮૧૭.૦૩ બંધ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૧૪.૭૨ લાખ કરોડ
શેર બજારોમાં આજે નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ ટ્રેડિંગ દિવસને લઈ ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થયા સામે ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૧૪.૭૦ લાખ કરોડ પહોંચ્યું હતું.
ટ્રમ્પ ટેરિફે યુરોપના બજારો ડામાડોળ : ડેક્ષ ૨૮૩ પોઈન્ટ તૂટયો : અમેરિકી બજારો ખુલતામાં ઘટયા
અમેરિકાની ટ્રમ્પ સરકારે મેઈડ ઈન અમેરિકા સિવાયની તમામ કારની આયાત પર ૨૫ ટકા ટેરિફ ઝિંકતા યુરોપના બજારો ડામાડોળ થયા હતા. જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૨૮૩ પોઈન્ટ તૂટયો હતો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૫૬ પોઈન્ટ અને લંડન શેર બજારનો ફુત્સી ૬૬ પોઈન્ટ ઘટયા હતા. જ્યારે એશીયાના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૭ પોઈન્ટ ઘટયો હતો. અમેરિકી બજારો આજે ખુલતામાં નરમાઈ તરફી રહી ડાઉ જોન્સમાં ૨૨૯ પોઈન્ટનો ઘટાડો અને નાસ્દાકમાં ૧૨૨ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા.